ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારતમાં આવશે નવી કાર કંપની, 2 લક્ઝરી EVથી કરશે ધમાકેદાર એન્ટ્રી!

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / ભારતમાં આવશે નવી કાર કંપની, 2 લક્ઝરી EVથી કરશે ધમાકેદાર એન્ટ્રી!

Last Updated: 05:28 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

BYDનું પ્રીમિયમ બ્રાન્ડ ડેન્ઝા ભારતમાં Z9 GT અને D9 MPV જેવી લક્ઝરી ઇલેક્ટ્રિક કારો સાથે એન્ટ્રી કરવા તૈયાર છે. આ કારો 80 લાખથી ઉપરની કિંમતમાં આવશે અને હાઈ-એન્ડ સેગમેન્ટમાં નવી સ્પર્ધા ઊભી કરશે.

1/5

photoStories-logo

1. Denza કાર

ભારતના ઓટોમોબાઈલ બજારમાં આ વર્ષે નવું ડેવલોપમેન્ટ થવાનું છે. JSWની એન્ટ્રી પહેલેથી જ ચર્ચામાં છે પણ હવે બીજું મોટું નામ પણ સામે આવ્યું છે ડેન્ઝા. આ બ્રાન્ડ BYDનું પ્રીમિયમ ફેસ છે અને તે ભારતમાં લક્ઝરી ઇલેક્ટ્રિક કારો સાથે પગ મૂકવા તૈયાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જોઈન્ટ વેન્ચર

2010માં BYD અને મર્સિડીઝ-બેન્ઝના જોઈન્ટ વેન્ચરથી શરૂ થયેલી આ કંપની હવે સંપૂર્ણરીતે BYDના હાથમાં છે અને હાઈ-એન્ડ સેગમેન્ટ પર ફોકસ કરે છે. ભારતમાં ડેન્ઝાની કારો BYDની વર્તમાન રેન્જથી ઉપરની કિંમતમાં આવશે. એટલે કે 80 લાખથી શરૂ થઈને વધુ મોંઘી રેન્જમાં. BYD પોતે 20 થી 80 લાખની બજેટમાં કારો લાવશે, જ્યારે તેનાથી ઉપરનું સેગમેન્ટ ડેન્ઝા સંભાળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બે મોડલ્સ આવશે

અહેવાલ મુજબ કંપની બે મોડલ્સ લાવવાની તૈયારીમાં છે – Z9 GT અને D9 luxury એમપીવી. આ બંને કારો સીબીયુ (કમ્પ્લીટ બિલ્ટ અપ યુનિટ) તરીકે આયાત કરવામાં આવશે અને ફક્ત ઇલેક્ટ્રિક વર્ઝનમાં જ ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. Denza Z9 GT

Z9 GT વૈશ્વિક બજારમાં ઇલેક્ટ્રિક અને પ્લગ-ઇન હાઇબ્રિડ બંને રૂપમાં મળે છે પણ ભારતમાં માત્ર ઇલેક્ટ્રિક વેરિયન્ટ જ આવશે. આ કારનું વજન લગભગ 2.9 ટન છે અને તેમાં ત્રણ ઇલેક્ટ્રિક મોટર છે, જે 1156 હોર્સપાવરની તાકાત આપે છે. 0 થી 100 કિમી/કલાકની ઝડપ માત્ર 2.7 સેકન્ડમાં પકડી લે છે, ટોપ સ્પીડ 270 કિમી/કલાક છે અને ક્લેઈમ્ડ રેન્જ 600 કિલોમીટરની છે. ભારતમાં તેની કિંમત 1.2 થી 1.5 કરોડ રૂપિયાની આસપાસ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. Denza D9 luxury MPV

બીજી તરફ D9 luxury MPV ટોયોટા વેલફાયર સાથે સીધી સ્પર્ધા કરશે. ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવવાળી આ ઇલેક્ટ્રિક કારમાં 103 કિલોવોટ-અવરની બેટરી છે અને ક્લેઈમ્ડ રેન્જ 520 કિલોમીટરની છે. કિંમત આશરે 80 લાખની આસપાસ હોઈ શકે છે. 2+2+3 સીટિંગ કન્ફિગરેશનમાં આવનારી આ કારમાં થ્રી-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ અને ફુલ લેધર અપહોલ્સ્ટરી મળશે. મિડલ રોમાં ફોલ્ડ-આઉટ ટેબલ અને એક્સટેન્ડેબલ લેગ રેસ્ટ્સ જેવી સુવિધાઓ પણ હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Denza cars Denza Z9 GT Denza D9 MPV
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ