કુખ્યાત મેક્સિકન ડ્રગ માફિયા અલ ચાપો એક જમાનામાં કેટલો તાકાતવર હતો તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે જેલમાં પણ તેના બધા શોખ પૂરા થતા હતા. ડ્રગ લોર્ડ નામથી પ્રખ્યાત અલ ચાપો પર આવેલી એક નવી બુકમાં ઘણા ખુલાસા કરવામાં આવ્યાં છે.
ડ્રગ લોર્ડ નામથી જાણીતા અલ ચાપો પર આવેલી બુકમાં કરાયા ચોંકાવનારા ખુલાસા
ડ્રગ માફિયા અલગ-અલગ યુવતીઓ સાથે સંબંધ બનાવવા ટેવાયેલો હતો
અલ ચાપોએ જેલમાં રહીને કેટલીક મહિલા કેદીઓનો રેપ પણ કર્યો હતો
ડ્રગ માફિયાએ ઘણા મહિલા કેદીઓ પર કર્યો હતો બળાત્કાર
બુકમાં જણાવવામાં આવ્યું છે કે માફિયા અલગ-અલગ યુવતીઓ સાથે સંબંધ બનાવવા ટેવાયેલો હતો અને જેલમાં પણ પોતાના આ શોખને પૂર્ણ કરતો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, અલ ચાપોને જેલમાં દરેક સુવિધાઓ આપવામાં આવતી હતી. તે સેલમાં વાયેગ્રા જેવી જાતિય શક્તિ વધારનારી દવાઓનું સેવન કરતો હતો. એટલું જ નહીં, તેણે જેલમાં રહીને કેટલીક મહિલા કેદીઓનો રેપ પણ કર્યો હતો. બુકમાં જણાવવામાં આવ્યું છે કે ડ્રગ માફિયા સેક્સ એડિક્ટ હતો અને એક વખત તેણે પોતાના મિત્ર સાથે શરત લગાવી હતી કે કોણ કેટલા સમય સુધી સેક્સ કરી શકે છે.
રેસ્ટોરન્ટમાંથી ખાવાનુ પણ મંગાવતો હતો
પત્રકાર એનાબેલ હર્નાડેજે પોતાની બુક 'Emma and the Other Narco Women' માં લખ્યું છે કે અલ ચાપો પોતાની સેલમાં રેસ્ટોરન્ટમાંથી ખાવાનુ પણ મંગાવતો હતો. બુક મુજબ, મેક્સિકોની Puente Grande જેલમાં રહેતો હતો તે દરમ્યાન ડ્રગ માફિયાએ પોતાના બધા શોખ પૂર્ણ કર્યા. ડ્રગ્સ અને સેક્સથી લઇને લજીલ ફૂડ સુધી બધુ પુરૂ પાડવામાં આવતુ હતુ. તેના માટે Prostitutes પણ મંગાવવામાં આવતી હતી અને જ્યારે આ શક્ય ના હોય ત્યારે જેલમાં કામ કરનારી નર્સ, સફાઈકર્મી અને ખાવાનુ બનાવનારી મહિલાઓને તેની પાસે મોકલવામાં આવતી હતી. જેના માટે મહિલાઓને પૈસા પણ આપવામાં આવતા હતા.
મહિલાએ ના પાડી તો બેરહેમીપૂર્વક મારી હતી
બુકમાં એક ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે જ્યારે એક મહિલા કેદીએ અલ ચાપોની ઈચ્છા પૂર્ણ કરવાનો ઈન્કાર કર્યો તો તેને બેરહેમીપૂર્વક મારવામાં આવી અને બાદમાં ડ્રગ માફિયાએ તેનો બળાત્કાર કર્યો. ઉલ્લેખનીય છે કે, અલ ચાપોનુ અસલી નામ જોકિન આર્કિવાલ્ડો ગુજમૈન લોએરા છે. તેને 1993માં એક કેથોલિક બિશપના મોતની હત્યાના કેસમાં જેલ મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ થોડા વર્ષો બાદ તે ત્યાંથી ભાગી ગયો. બાદમાં તેને ફરીથી પકડવામાં આવ્યો અને હવે તે અમેરિકા કોલોરાડોની હાઈ સિક્યોરિટી જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.