ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / ફ્રીજ પર મોબાઇલને ચાર્જિંગ પર મૂકનારા ચેતી જજો! નહીંતર, જાણો નુકસાન

ટેક્નોલોજી / ફ્રીજ પર મોબાઇલને ચાર્જિંગ પર મૂકનારા ચેતી જજો! નહીંતર, જાણો નુકસાન

Published By: Jinal Chauhan

Last Updated: 09:32 AM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેફ્રિજરેટર ઉપર મોબાઇલ ચાર્જ કરવો સામાન્ય લાગે છે, પરંતુ આ એક ગંભીર ભૂલ બની શકે છે. આ આદતથી ગરમી વધીને વિસ્ફોટ અથવા આગ જેવા મોટા અકસ્માતો થઈ શકે છે.

ADVERTISEMENT

આજકાલ મોબાઇલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કામ હોય કે મનોરંજન, તે હંમેશા આપણી સાથે રહે છે. પરંતુ ઘણી વાર લોકો અજાણતાં એવી ભૂલો કરે છે જે જોખમી સાબિત થાય છે. એવી જ એક ભૂલ છે ફોનને રેફ્રિજરેટર એટલે કે ફ્રિજ ઉપર ચાર્જ માટે મૂકવો, જે તમારા અને તમારા ઘરની સુરક્ષા માટે ખતરનાક છે.

બ્લાસ્ટ થઈ શકે છે

રેફ્રિજરેટર ઠંડક આપે છે પરંતુ તેની ઉપરની સપાટી ગરમ રહે છે.આ ગરમી ચાર્જિંગ દરમિયાન પહેલાથી ગરમ થયેલી ફોનની બેટરી પર વધુ દબાણ કરે છે.ગરમી અને ઓવરચાર્જિંગના કારણે બેટરી ફૂલવાની અથવા ફાટવાની શક્યતા વધે છે.આથી, રેફ્રિજરેટર ઉપર ફોન ચાર્જ કરવો વિસ્ફોટ અને આગ જેવા જોખમોનું કારણ બની શકે છે.

Copy of સિંહ રાશિ (33)

બેટરી લાઈફ પર અસર

તમારા ફોનની બેટરી લાંબા સમય સુધી ટકાવી રાખવી હોય તો તેને હંમેશા ઠંડક, ઠંડી જગ્યાએ ચાર્જ કરો.રેફ્રિજરેટર, ટીવી કે ઇન્વર્ટર જેવા ઉપકરણો પર ચાર્જ કરવાથી વધારાની ગરમી બેટરીને નુકસાન પહોંચાડે છે.

આ ગરમી બેટરીની લાઈફને ધીમે ધીમે નબળી પાડે છે.જેથી સમય જતાં બેટરીનું જીવન ટૂંકું થઈ જાય છે.

vtv_app_add.width-800

શોર્ટ સર્કિટ થવાના ચાન્સ વધે

ઘણા લોકો ચાર્જિંગ દરમિયાન ફોનને કલાકો સુધી પ્લગમાં લગાડેલો રાખે છે અને તેને ધ્યાન આપતા નથી. આ કારણે ફોન લાંબા સમય સુધી ગરમ રહે છે અને ઓવરચાર્જિંગનું જોખમ વધી જાય છે.જ્યારે ગરમ સપાટી અને ઓવરચાર્જિંગનું બન્ને વસ્તુ ભેગી થાય ત્યારે બેટરીને ગંભીર નુકસાન થઈ શકે છે. પરિણામે શોર્ટ સર્કિટ અથવા વિસ્ફોટ થઈ શકે છે, જેનાથી ઘરમાં આગ લાગવાની ઘટનાઓ પણ બની છે.

આ પણ વાંચોઃ તમારો ફોન વારેવારે હેંગ થાય છે? આ ટ્રિક્સથી રોકેટ સ્પીડે ચાલશે મોબાઈલ

આટલુ રાખો ધ્યાન

ફોન ચાર્જ કરતી વખતે તેને હંમેશા સમતળ અને ઠંડી જગ્યાએ રાખો. ફોનને ક્યારેય ઓશીકું, ગાદલું અથવા કપડાં નીચે ન રાખો, કારણ કે આ ગરમીને બહાર નીકળવા દેતા નથી અને બેટરી વધુ ગરમ થઈને વિસ્ફોટનું જોખમ વધારી શકે છે.

નકલી અથવા સસ્તા ચાર્જરનો ઉપયોગ ન કરો, કારણ કે તે બેટરીને યોગ્ય વોલ્ટેજ આપતા નથી. એવા ચાર્જરમાં સલામતીની જરૂરી સુવિધાઓનો અભાવ હોય છે, જેનાથી ફોનની બેટરીને નુકસાન અથવા શોર્ટ સર્કિટ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

phone charging safety, charging phone on fridge

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ