બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નેધરલેન્ડની રાજકુમારીઓની હત્યાના કાવતરાથી યુરોપમાં હડકંપ! જાણો કોણે કર્યું?

વિશ્વ / નેધરલેન્ડની રાજકુમારીઓની હત્યાના કાવતરાથી યુરોપમાં હડકંપ! જાણો કોણે કર્યું?

Bijal Vyas

Last Updated: 06:48 PM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 વર્ષીય રાજકુમારી કેથરીના અમાલિયા અને 20 વર્ષીય રાજકુમારી એલેક્સિયા પર હુમલાની તૈયારી હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે.

નેધરલેન્ડની રાજકુમારીઓ વિરુદ્ધ ફરી એકવાર હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. 22 વર્ષીય રાજકુમારી કેથરીના અમાલિયા અને 20 વર્ષીય રાજકુમારી એલેક્સિયા પર હુમલાની તૈયારી હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે આરોપી નાઝી વિચારધારાથી પ્રભાવિત છે.જો કે હજુ સુધી આ કાવતરા પાછળના અસલી હેતુ શું હતો તે જાણી શકાયું નથી. ધ હેગ પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસના જણાવ્યા મુજબ આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

શંકાસ્પદની ફેબ્રુઆરીમાં ધ હેગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી બે કુહાડીઓ મળી આવી છે, જેના પર 'એલેક્સિયા', 'મોસાદ' અને નાઝી કાળનો નારો 'સીગ હેલ' કોતરેલો હતો. આ ઉપરાંત, પોલીસને શંકાસ્પદ પાસેથી હાથથી લખેલી એક નોંધ પણ મળી છે. આ નોટ પર બંને રાજકુમારીઓના નામ સાથે 'બ્લડબાથ' (એટલે કે રક્તપાત) શબ્દ લખેલો હતો.

_princess of netherlands (1)

આ પહેલી વખત બન્યુ નથી. આ અગાઇ પણ કાવતરાં ઘડાઇ ચૂક્યા છે. ભવિષ્યની ડચ રાણી, રાજકુમારી અમાલિયા અગાઉ પણ ઘણી વખત જીવલેણ જોખમોનો સામનો કરી ચુકી છે. ડ્રગ ગેંગ પર તેમનું અને પૂર્વ વડાપ્રધાન માર્ક રુટનું અપહરણ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લાગી ચુક્યો છે. સુરક્ષાના કારણોસર તેમણે 2022માં એમ્સ્ટરડેમમાં પોતાની હોસ્ટેલ પણ છોડવી પડી હતી. ત્યારબાદ તેમને ધ હેગના મહેલમાં રહેવાની ફરજ પડી હતી.

આ પણ વાંચોઃ યુદ્ધની વૈશ્વિક અસર: અમેરિકા-ઈરાન જંગે યુરોપના 21 દેશોમાં મોંઘવારીનો બોમ્બ ફોડ્યો

'હું સામાન્ય જીવન જીવવા માગું છું'- રાજકુમારી

રાજકુમારી અમાલિયાએ સુરક્ષા પ્રતિબંધોને કારણે થતી મુશ્કેલીઓ વિશે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, 'હું સામાન્ય જીવન, એક વિદ્યાર્થી તરીકેના જીવનને યાદ કરું છું. રસ્તાઓ પર ફરવું અને દુકાને જવું.' તેમની માતા રાણી મેક્સિમાએ પણ જણાવ્યું છે કે આ જોખમોની તેમની પુત્રીના જીવન પર ખૂબ ઊંડી અસર પડી છે અને તે પોતાની મરજીથી બહાર નીકળી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે અમાલિયાએ 2024માં ગુપ્ત રીતે સ્પેનના મેડ્રિડમાં સમય વિતાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

netherlands princess amalia alexia plan nazi suspect arrested
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ