બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / યુદ્ધની વૈશ્વિક અસર: અમેરિકા-ઈરાન જંગે યુરોપના 21 દેશોમાં મોંઘવારીનો બોમ્બ ફોડ્યો

વિશ્વ / યુદ્ધની વૈશ્વિક અસર: અમેરિકા-ઈરાન જંગે યુરોપના 21 દેશોમાં મોંઘવારીનો બોમ્બ ફોડ્યો

Pravin Joshi

Last Updated: 05:02 PM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસરને કારણે યુરોપના 21 દેશોમાં મોંઘવારી દર 2.6% થી વધીને 3% પર પહોંચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ઉર્જા સંસાધનોની કિંમતોમાં 10.9% નો તોતિંગ વધારો થયો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસરને કારણે યુરોપના 21 દેશોમાં મોંઘવારી દર 2.6% થી વધીને 3% પર પહોંચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ઉર્જા સંસાધનોની કિંમતોમાં 10.9% નો તોતિંગ વધારો થયો છે. ફ્રાન્સ, જર્મની અને ઈટાલી જેવા મોટા અર્થતંત્રો અત્યારે આર્થિક મંદી અને મોંઘવારીના બેવડા માર (Stagflation) નો સામનો કરી રહ્યા છે. વિશ્વ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાઓ વચ્ચે ગ્લોબલ ઈકોનોમી માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

US-Iran-War

અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ રાજકીય અને સૈન્ય જંગ હવે વૈશ્વિક આર્થિક આપત્તિમાં ફેરવાઈ રહ્યો છે. હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વના તેલ પરિવહન માટેનો સૌથી મહત્વનો માર્ગ છે અને તેની નાકાબંધી થવાથી તેલ-ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર મક્કમ છે, જ્યારે અમેરિકા પરમાણુ કરાર વગર કોઈ પણ છૂટછાટ આપવા તૈયાર નથી. બંને દેશોના આ અડિયલ વલણને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની અછત સર્જાઈ છે, જેની સીધી અસર યુરોપિયન દેશો પર પડી છે.

iran-izRAYEL-WAR

યુરો કરન્સીનો ઉપયોગ કરતા 21 દેશોમાં મોંઘવારી દર માર્ચ મહિનામાં 2.6% હતો, જે એપ્રિલમાં વધીને 3% થઈ ગયો છે. આ વધારા પાછળ મુખ્ય કારણ એનર્જી સેક્ટરમાં થયેલો 10.9% નો વધારો છે. જર્મની, ફ્રાન્સ, સ્પેન, નેધરલેન્ડ અને બેલ્જિયમ જેવા વિકસિત દેશોમાં પણ હવે ઈંધણ અને વીજળીના ભાવ વધવાથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. યુરોઝોનનો આર્થિક વિકાસ દર (Growth Rate) પણ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં માત્ર 0.1% નોંધાયો છે, જે દર્શાવે છે કે અર્થતંત્ર અત્યારે સ્થગિત અવસ્થામાં છે.

આર્થિક નિષ્ણાતો આ સ્થિતિને 'સ્ટેગફ્લેશન' (Stagflation) તરીકે ઓળખાવી રહ્યા છે, જ્યાં એકબાજુ મોંઘવારી સતત વધી રહી છે અને બીજી તરફ આર્થિક વિકાસ દર મંદ પડી રહ્યો છે. કાચા તેલના ભાવ વધવાને કારણે ગેસ અને જેટ ફ્યુઅલની કિંમતોમાં પણ વધારો થયો છે, જેનાથી પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. ભારત અને પાકિસ્તાન જેવા દેશોમાં પણ તેલ-ગેસનું સંકટ ઘેરાયું છે, પરંતુ યુરોપમાં સ્થિતિ વધુ નાજુક છે કારણ કે ત્યાં ઉર્જાનો વપરાશ અને નિર્ભરતા વધુ છે.

વધુ વાંચો : પેટ્રોલ 400 રુપિયાને પાર, 5 દિવસનો જ સ્ટોક બચ્યો, આ દેશમાં ભયંકર સંકટ

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હવે યુરોપિયન સેન્ટ્રલ બેંકો પાસે વ્યાજ દર (Benchmark Interest Rate) વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. વ્યાજ દર વધારવાથી ક્રેડિટ કોસ્ટ વધશે અને બજારમાં નાણાંનો પ્રવાહ ઘટશે, જેનાથી મોંઘવારી કદાચ કાબૂમાં આવે પરંતુ તેનાથી વિકાસ દર વધુ ધીમો થવાની સંભાવના છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ તણાવ જલ્દી હલ નહીં થાય, તો આગામી સમયમાં વિશ્વભરમાં આર્થિક કટોકટી અને મંદીનો ખતરો વધુ ઘેરો બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EuropeCrisis USIranWar GlobalInflation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ