બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / નેતન્યાહૂ ગાઝા સાથે યુદ્ધ મામલે ફેરવી તોળ્યું, મૃતકોના અંગો કેમ ન આપ્યા તેમ કહી હુમલાનો આદેશ આપ્યો
Last Updated: 11:35 PM, 28 October 2025
નવી દિલ્હી: ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ જોખમમાં છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમણે સૈન્યને ગાઝામાં તાત્કાલિક, ભારે હુમલો શરૂ કરવાનો આદેશ આપ્યો છે. દક્ષિણ ગાઝામાં હમાસ દ્વારા ઇઝરાયલી દળો પર ગોળીબાર બાદ નેતન્યાહૂએ આ આદેશ આપ્યો છે. તેમણે અગાઉ જણાવ્યું હતું કે હમાસ દ્વારા રાતોરાત પરત કરાયેલા બંધકના અવશેષો લગભગ બે વર્ષ પહેલાં ગાઝામાં ઇઝરાયલી દળો દ્વારા મેળવાયેલા બંધકના અંગ છે.
ADVERTISEMENT
ગાઝામાં 13 બંધકોના મૃતદેહ બાકી છે
હમાસે બંધકોના અંગો પરત કરવાને યુએસ-મધ્યસ્થી યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે. ઇઝરાયલી સૈન્યએ ગાઝા પટ્ટીમાં બે વર્ષના યુદ્ધ દરમિયાન 51 બંધકોના મૃતદેહ મેળવ્યા હતા. 13 બંધકોના મૃતદેહ ગાઝામાં હજુ પણ છે, અને અવશેષોની ધીમી શોધ યુદ્ધવિરામના આગામી તબક્કાઓને અમલમાં લાવનારાઓ માટે પડકારો પેદા કરી રહ્યા છે. હમાસે કહ્યું છે કે, તે યુદ્ધગ્રસ્ત ગાઝામાં મૃતદેહો શોધવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. જ્યારે ઇઝરાયલે તેના પર અવશેષો પરત કરવામાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ મૂક્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લો બોલો, કચ્છમાંથી ઝડપાયો કલેક્ટરની ખોટી સહીઓ કરીને ઠગાઇ આચરનારો ક્લાર્ક, કચેરીમાં ચકચાર
ત્રણ પેલેસ્ટિનિયન આતંકવાદીઓ ઠાર મરાયા
ADVERTISEMENT
ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓએ મંગળવારે સવારે કબજા હેઠળના પશ્ચિમ કાંઠે એક કાર્યવાહી દરમિયાન ત્રણ પેલેસ્ટિનિયન આતંકવાદીઓને મારી નાખ્યા હતા. તેઓએ દાવો કર્યો હતો કે તેઓ હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. જોકે, અધિકારીઓએ કોઈ વિગતો આપી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.