બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / nepal warns its citizens against any action that may hurt relationship with india

ચેતવણી / PM Modiના વિરોધમાં પ્રદર્શનને લઈને ભડક્યો આ દેશ, પોતાના નાગરિકોને જ આપી કડક ચેતવણી, કહ્યું...

Published By: Bhushita

Last Updated: 08:31 AM, 6 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળ સરકાર ભારત સાથે મધુર સંબંધ ઈચ્છે છે. આ કારણે પીએમ મોદીના વિરોધમાં પ્રદર્શન કરનારાને અહીંની સરકારે કડક ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે મિત્ર દેશના સમ્માનને નુકસાન પહોંચાડનારું કોઈ કામ ન કરે.

  • નેપાળમાં જુલાઈની ઘટનાને લઈને થયું પ્રદર્શન
  • નેપાળી નાગરિકના નદીમાં ડૂબવાથી નારાજ છે લોકો
  • ભારત વિરોધી પ્રદર્શનથી નેપાળ સરકાર નારાજ

નેપાળે પીએમ મોદીના વિરોધમાં પ્રદર્શન કરનારાને કડક ચેતવણી આપી છે. નેપાળ સરકારે રવિવારે પોતાના નાગરિકોને કહ્યું કે મિત્ર દેશના સમ્માનને નુકસાન થાય તેવું કોઈ પણ નિંદનીય કે અપમાનજનક કામ ન કરે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં કેટલાક લોકો ભારતના વિરોધમાં પ્રદર્શન કરીને પીએમ મોદીના સ્ટેચ્યૂને સળગાવી રહ્યા હતા આ પછી અહીંની સરકારે નાગરિકોને કડક ચેતવણી આપી છે.  

યુવા સંગઠનોએ કર્યો હતો Protest
નેપાળના ગૃહમંત્રાલયની તરફથી જાહેર નિવેદનમાં કહેવાયું હતું કે થોડા દિવસો પહેલા દેશના પ્રધાનમંત્રીની છબિને અસર કરે તેવા સૂત્રોચ્ચાર કરાયા હતા અને સાથે પ્રદર્શન તેમજ પૂતળઆ સળગાવવાની ઘટના પણ સામે આવી છે. ગૃહ મંત્રાલયે નિવેદનમાં નેતાની ઓળખ છતી કરી નથી પણ તેમનું આ નિવેદન સત્તારૂઢ ગઠબંધન, વિપક્ષી દળો સાથે જોડાયેલા કેટલાક વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનની તરફથી થયેલા પ્રદર્શન બાદ આવ્યું છે.  


 
મૈત્રી સંબંધો રાખવાની ઈચ્છા
પ્રદર્શનકારીઓએ જુલાઈમાં ભારતની સાથેની સીમા પર મહાકાળી નદીને પાર કરતા નેપાળી યૂવકના ડૂબવાની ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતુ અને સાથે પીએમ મોદીનું પૂતળું સળગાવ્યું હતું. નિવેદનમાં કહેવાયું છે કે નેપાળ સરકારની ઈચ્છા દરેક મિત્ર દેશની સાથે મૈત્રી સંબંધો રાખવાની છે અને સાથે તેઓ પ્રતિબદ્ધ છે કે આવી કોઈ પણ ક્રિયાઓ પર રોક લગાવવામાં આવે. જેનાથી રાષ્ટ્રિય હિતને નુકસાન થઈ શકે છે. અમે દરેકને અનુરોધ કરીએ છીએ કે એવું કોઈ કાર્ય ન કરો જેનાથી મિત્ર દેશના માન સમ્માનને નુકસાન પહોંચી શકે.  

Government ઉઠાવશે આ પગલા
ગૃહમંત્રાલયે કહ્યું કે નેપાળની પરંપરા પડોશી દેશની સાથે વિવાદને  આપસી વાતચીતથી ઉકેલવાની કોશિશ કરી રહી છે. ભવિષ્યમાં આ રીતે કોઈ પણ વિવાદને ઉકેલવામાં આવશે. સાથે ચેતવણઈ આપતા કહ્યું કે ગૃહમંત્રાલય પડોશી દેશને નિશાન બનાવનારી ગતિવિધિને રોકવા માટે કાર્યવાહી કરશે અને એ લોકોને સજા આપશે જે આ ગતિવિધિમાં સામેલ થશે.  
 

આ ઘટના પર દેખાડ્યો રોષ
કહેવાય છે કે બયાસ ગ્રામીણ નગરપાલિકાના 33 વર્ષના જયસિંહ ધામી મહાકાલી નદી અસ્થાયી રોપવેના માધ્યમથી પાર કરી રહ્યા હતા પણ ભારત - નેપાળની સીમા સુરક્ષામાં તૈનાત સશસ્ત્ર સીમા બળના જવાનને જોઈને નદીમાં કૂદી ગયા હતા. ભારતીય અધિકારીઓના અનુસાર ધામી ગેરકાયદેસર રીતે નેપાળના ઘારચૂલાથી ભારતના ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લાના ગાસ્કૂ આવી રહ્યા હતા. આ ઘટનાની તપાસ કરી રહેલી નેપાળી તપાસ સમિતિએ રિપોર્ટમાં કહ્યું કે આ ઘટના ભારતીય સુરક્ષા કર્મીઓની હાજરીમાં થઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Nepal PM modi Warning citizens ચેતવણી નાગરિકો નેપાળ પીએમ મોદી પ્રદર્શન ભારત મિત્ર દેશ વિરોધ nepal warns its citizens

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ