બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Politics / nepal manisha koirala late sushma swaraj husband swaraj kaushal reacts

નિવેદન / નેપાળની સાથે આવી મનીષા કોઇરાલા તો સ્વરાજ કૌશલે પૂછ્યા આકરા સવાલ

Published By: Mehul

Last Updated: 05:02 PM, 21 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના 8 મેએ કૈલાશ માનસરોવર રોડ લિંકનું ઉદઘાટન કર્યા બાદથી કાઠમંડુ-નવી દિલ્હીની વચ્ચે સીમા વિવાદને લઇને તણાવ ચાલી રહ્યો છે. નેપાળના લિપુલેખમાં રસ્તા બનાવવાને લઇને કડક વિરોધ દર્શાવ્યો હતો અને પોતાના નવા નકશામાં ભારતના ત્રણ સ્થળો કાલાપાની, લિપુલેખ, લિમ્પિયાધુરાને પણ સામેલ કરી દીધા. નેપાળ દ્વારા નવો નકશો જાહેર કરવા પર બોલીવુડ એક્ટ્રેસ મનીષા કોઇરાલાએ ખુશી વ્યક્ત કરી છે. ત્યારે મનીષા કોઇરાલાની ટિપ્પણીને લઇને ભારતની દિવંગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે ઘણા ટ્વિટ કર્યા છે.

બોલીવુડ અભિનેત્રી મનીષા કોઇરાલાએ નેપાળના વિદેશ મંત્રીના ટ્વિટને ટેગ કરતા ટ્વિટ કર્યું હતું, 'આપણા નાનકડા દેશનું ગૌરવ રાખવા માટે અભિનંદન. હું તમામ ત્રણ મહાન દેશોની વચ્ચે શાંતિપૂર્ણ અને સન્માનજનક વાચચીતની આશા રાખું છું.'

મનીષા કોઇરાલાએ ભારત, નેપાળના મુદ્દા પર ચીનને સામેલ કરીને સ્વરાજ કૌશલને નારાજ કરી દીધા. સ્વરાજ કૌશલે મનીષા કોઇરાલાના પરિવાર સાથે નજીક સંબંધ અને તેમના સાથે જોડાયેલી તમામ યાદોનો ઉલ્લેખ કર્યો. 

સ્વરાજ કૌશલે લખ્યું, મારી બાળકી મનીષા કોઇરાલા હું તારી સાથે દલીલો ન કરી શકું. મેં તને હંમેશા મારી પુત્રી તરીકે સમજી છે. તમે મને '1942 અ લવ સ્ટોરી'ના પ્રીમિયર પર આમંત્રિત કર્યા હતા. હું ફિલ્મ માટે રોકાઇ શક્યો નહોતો પરંતુ સુષ્માએ આખી ફિલ્મ જોઇ હતી અને તારા ખોળામાં મારી દિકરી બાંસુરી હતી. આ 27 વર્ષ પહેલાની વાત છે. 1977માં તમે લોકો સાકેતમાં એપીજે સ્કૂલમાં અભ્યાસ કરતા હત. તમારા પિતા પ્રકાશ કોઇરાલા મારા ભાઇની જેમ છે અને તમારી માતા મારી ભાભી અને મિત્ર રહ્યા છે. અમે ઘણો મુશ્કેલ સમય સાથે વિતાવ્યો છે. 

સ્વરાજ કૌશલે લખ્યું, તમારા દાદા બી.પી. કોઇરાલાને જ્યારે એમ્સમાં કેન્સરની જાણ થઇ તો એ સમયે હું સાથે હતો. મને યાદ છે કે બીપીએ મને કહ્યું હતું કે તેમને એડવાન્સ સ્ટેજ કેન્સર છે તથા તેમની પાસે માત્ર 6 મહિના બચ્યા છે. હું ચિંતિત હતો પરંતુ તેમના ચહેરા પર કોઇ નિરાશાનો ભાવ નહોતો. મને તમારા પરિવારના ગૌરવશાળી પરંપરા વિશે ખબર છે. તમારા દાદા બી.પી. કોઇરાલા, તેમના જ નામ વાળા ભાઇ બીપી કોઇરાલા અને સૌથી નાના ભાઇ જીપી કોઇરાલા ત્રણેય નેપાળના પ્રધાનમંત્રી બન્યા. તમારી કાકી અને મારી મિત્ર શૈલજા આયાર્ચા પણ નેપાળની ઉપ પ્રધાનમંત્રી બની હતી. 

સ્વરાજ કૌશલે મનીષા કોઇરાલાના પરિવારના સંઘર્ષનો ઉલ્લેખ કરતા લખ્યું, તમારા દાદા બીપી 18 વર્ષો સુધી જેલમાં રહ્યા હતા. હિન્દુ રાષ્ટ્ર નેપાળમાં એક બ્રાહ્મણને ફાંસી પર ચઢાવી શકાતા નહોતા એટલા માટે તેમને માફ કરી દેવાયા. પ્રકાશ કોઇરાલા પણ નેપાળી કોંગ્રેસના સંઘર્ષમાં સાથે રહ્યા. તેઓે આગળ કહ્યું કે જેપી, લોહિયા, ચંદ્રશેખર જી, જ્યોર્જ ફર્નાડિન્સ, ચંદ્રશેખરે સૌથી વધારે સંઘર્ષ કર્યો. 1973માં હું પણ નેપાળમાં ઘણા સપ્તાહો સુધી રહ્યો હતો અને અમે લોકતંત્રમાં તમારા સંઘર્ષમાં સાથે હતા. ત્યારે ત્યાં ભારત અને ભારતીયો માટે કંઇ નહોતુ. જ્યારે આપનો રાજા સાથે સમજુતી થઇ ગઇ તો અમે કંઇ નહોતુ માંગ્યું. 


તેઓએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે ભારતીયોને એ વિશેની જાણ હોવી જોઇએ કે દુનિયાના એકમાત્ર હિન્દુ રાષ્ટ્રને ખતમ કરવાનું ષડયંત્ર થઇ રહ્યું હતું. તેઓે હિન્દુ રાષ્ટ્રને તબાહ કરી દીધુ. તેમનુ મિશન પૂરુ થઇ ગયું. તેઓએ આગળ કહ્યું કે તેનુ પરિણામ એ આવ્યું કે હવે કોમ્યુનિસ્ટ ભારત વિરુદ્ધ ચીનનો ઉપયોગ કરી રહ્યા છે અને ચીન ભારતની વિરુદ્ધ કોમ્યુનિસ્ટોનો. પારંપરિક રીતે ચીનની ભારત સાથેની સીમા હિમાલય સુધી હતી પરંતુ હવે ભારતની સાથે ચીનની સીમા બીરગંજ સુધી સમેટાઇ ગઇ છે. 

સ્વરાજે મનીષાને સવાલ કર્યો, ભારતને નેપાળ પાસે ફરિયાદ હોઇ શકે છે અને નેપાળને ભારત સાથે ગંભીર મુદ્દા પર ફરિયાદ હોઇ શકે છે. આ ભારત અને નેપાળની વચ્ચેનો મુદ્દો છે. તમે તેમા ચીનને કેવી રીતે લાવી શકો છો? આ આપણા બધા માટે ખરાબ છે. નેપાળ માટે પણ આ સારી વાત નથી. જ્યારે તમે ચીનને વચ્ચે લાવો છો તો આપણા સો વર્ષો જુના સંબંધને બરબાદ કરો છો. આપણી સહિયારી વિરાસતને નુકશાન પહોંચાડો છો. સૌથી જરૂરી વાત કે તમે પોતાના દેશની સંપ્રભુતાની સ્થિતિને કમજોર કરી દો છો. 

સ્વરાજ કૌશલે મનીષા કોઇરાલાને કહ્યું કે આપણે એક ખુબ મોટા તાળાની જરૂર છે જેનાથી સૌના મોઢા બંધ કરી દેવામાં આવે. એ પહેલા કે પાડોશી દેશો સાથે આપણા સંબંધ ખરાબ કરી દે, આપણે તાત્કાલિક આવા પગલા ઉઠાવવાની જરૂર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

India Manisha Koirala National News Nepal swaraj kaushal ભારત Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ