ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:01 AM, 1 September 2026
ADVERTISEMENT
નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ તબાહીનું ભયાનક ચિત્ર સામે આવ્યું છે. આ આપત્તિમાં અત્યાર સુધી 955 લોકોના મોત થયા છે જ્યારે 4400થી વધુ લોકો લાપતા છે. દરમિયાન રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને ચીને 12 દિવસ પહેલા જ નેપાળને પૂરનું એલર્ટ આપ્યાનો દાવો કર્યો છે. પૂરના પાણી અને કાટમાળે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન કર્યું છે. રસ્તા, પુલ, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. બીજી તરફ ભારતીય અને નેપાળી ટીમો દ્વારા બચાવ કામગીરી સતત ચાલી રહી છે. આ દરમિયાન ચીને દાવો કર્યો છે કે તેણે જળપ્રલયના 12 દિવસ પહેલા જ નેપાળને ભારે વરસાદ અને અચાનક પૂરની ચેતવણી આપી હતી.
ADVERTISEMENT
ત્રિશૂલી સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીને પૂર અંગેની ચેતવણી મળતા જ તેમણે મોટો નિર્ણય લીધો હતો. તેમણે તરત જ સ્કૂલ ખાલી કરાવીને વિદ્યાર્થીઓને સુરક્ષિત ઊંચાઈવાળા વિસ્તારમાં મોકલી દીધા હતા. સ્કૂલમાં કુલ 1643 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને ઘટનાના સમયે લગભગ 900 વિદ્યાર્થીઓ કેમ્પસમાં હાજર હતા.પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓ સાથે નજીકની પહાડી પર પહોંચી ગયા હતા. થોડા જ સમયમાં પાણી, કાદવ, પથ્થરો અને કાટમાળનો ભારે પ્રવાહ સ્કૂલની આખી ઇમારતને તાણી ગયો હતો. જોકે બે કર્મચારીઓ સમયસર બહાર નીકળી શક્યા નહોતા અને હજુ પણ લાપતા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નેપાળના રસુવા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારમાંથી માત્ર દોઢ મહિનાના બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે. બચાવ ટીમે બાળકને રસુવાના ધાંગે કેમ્પ સુધી પહોંચાડ્યું હતું.આ ભયાનક આપત્તિ વચ્ચે આ રેસ્ક્યૂ ઓપરેશન રાહત આપનારું સાબિત થયું છે. મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ અને ખરાબ હવામાન વચ્ચે પણ બચાવ ટીમો લાપતા અને ફસાયેલા લોકોને શોધવા માટે સતત કામગીરી કરી રહી છે.
ADVERTISEMENT
ભારતીય ટનલ રેસ્ક્યૂ ટીમ નેપાળી સેના સાથે મળીને ચિલિમે અને લાંગટાંગની હાઇડ્રોપાવર પરિયોજનાઓમાં શોધ અભિયાન ચલાવી રહી છે. ચિલિમેમાં ખરાબ હવામાન અને મુશ્કેલ રસ્તા વચ્ચે પણ ટીમ સુરંગ સુધી પહોંચી ગઈ છે.ટીમે સુરંગની અંદર સુરક્ષા માટે દોરડા લગાવ્યા છે. જ્યારે લાંગટાંગમાં ટીમે સુરંગની અંદર 185 મીટર સુધી તપાસ કરી છે. ફસાયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન આગળ પણ ચાલુ રહેશે.
ADVERTISEMENT
નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા પૂરમાં તણાઈ ગયેલા લોકોના 17 મૃતદેહ ઉત્તર પ્રદેશમાં ગંડક નદીમાંથી મળી આવ્યા છે. જેમાંથી 13 મૃતદેહ કુશીનગરના ખડ્ડા અને તમકુહીરાજપુર તાલુકામાં મળ્યા હતા.મહારાજગંજમાંથી મળેલા ચાર મૃતદેહ નેપાળ પ્રશાસનને સોંપવામાં આવ્યા છે. તેમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. મૃતદેહોની ઓળખ ન થતાં પોસ્ટમોર્ટમ દરમિયાન DNA સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

ADVERTISEMENT
નેપાળમાં પૂર પહેલાં જરૂરી હવામાન ડેટા શેર ન કરવાના આરોપો વચ્ચે ચીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ચીનનો દાવો છે કે તેના વર્લ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરે જળપ્રલયના 12 દિવસ પહેલા જ નેપાળને ઈમેલ દ્વારા ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપી હતી.હાલમાં નેપાળ અને તિબેટમાં મળીને 955 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં નેપાળમાં 939 અને તિબેટમાં 16 લોકોના મોત થયા છે. બીજી તરફ 4400થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાના અહેવાલ છે.
નેપાળ સરકારે રસુવાના ભોટેકોશી નદીથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપન માટે ટાસ્ક ફોર્સ બનાવ્યું છે. સરકારનો ઉદ્દેશ આગામી 21 દિવસમાં જરૂરી કામગીરી પૂર્ણ કરીને જનજીવન સામાન્ય કરવાનો છે. ટાસ્ક ફોર્સ રસ્તા, પુલ, પીવાનું પાણી, ઝૂલતા પુલ, સંચાર અને આરોગ્ય સેવાઓ ફરી શરૂ કરાવવા પર ધ્યાન આપશે. જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે ત્યાં પ્રાથમિકતાના આધારે કામગીરી હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT