ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / ncp leader praful patel visits ed office

રાજનીતિ / દિગ્ગજ નેતાના અંડરવર્લ્ડ ડૉન ઈકબાલ મિર્ચી સાથે સંબંધ હોવાનો દાવો, EDનું આવ્યું તેડું

Published By: Kavan

Last Updated: 11:08 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા પ્રફુલ પટેલની EDએ પૂછપરછ કરી હતી. પટેલની કેટલીક સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. તો અંડરવર્લ્ડના ડૉન સાથે પણ તેમના સંબંધો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ADVERTISEMENT

  • EDએ ઓફિસે પ્રફુલ પટેલે કરી પૂછપરછ 
  • NCP નેતા પ્રફુલ પટેલની કેટલીક સંપત્તિઓ EDએ કરી છે જપ્ત
  • અંડરવર્લ્ડ ડૉન ઈકબાલ મિર્ચી સાથે સંબંધો હોવાની ચર્ચા

પ્રફુલ પટેલ આજે EDની ઓફિસે કેટલાક કાગળો પર હસ્તાક્ષર કરવા માટે ગયા હતા. જો કે, લાંબો સમય તેઓ ઓફિસમાં રોકાયા નહોતા અને હસ્તાક્ષર કરીને જ તેઓ ઈડીના કાર્યાલયની બહાર આવ્યા હતા. 

પ્રુફલ પટેલે આપ્યું નિવેદન 

ઈડીની ઓફિસમાંથી બહાર નીકળતા જ પત્રકારોને કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા. પટેલે જણાવ્યું હતું કે, પહેલા જે પ્રોપર્ટી EDએ જપ્ત કરી હતી. તે પ્રોપર્ટીના કન્ફર્મેશન માટે મારા હસ્તાક્ષરની જરૂ હતી માટે થોડા સમય માટે આવ્યો હતો બાકી અન્ય કોઈ કામ નહોંતું. 

Ed Investigating Praful Patel's Alleged Land Deal

મામલો શું છે?

  • મુંબઇના વરલી પાસે સી.જે.હાઉસ નામની મોટી ઇમારત છે
  • મોટી ઇમારત બન્યા પહેલા ત્યાં નાની ઇમારત હતી
  • ઇમારત ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીના કબજામાં હતી
  • ઇમારતનું નિર્માણકાર્ય પ્રફુલ પટેલની કંપનીએ કરાવ્યું 
  • પ્રફુલ પટેલને ઇકબાલ મિર્ચી પાસેથી રૂપિયા અને પ્રોપર્ટી આપવામાં આવી હતી
  • EDને આ મામલામાં ગડબડી હોવાની શંકા છે
  • રૂપિયાની હેરાફેરીને આધાર માનીને EDએ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે
  • આ કેસમાં ઇકબાલ મિર્ચીના સંબંધીઓની ધરપકડ પણ થઇ છે
  • વર્ષમાં 2019 વિધાનસભા ચૂંટણી પહેલા EDએ પ્રફુલ પટેલને નોટિસ આપી હતી
  • પ્રફુલ પટેલે ઇકબાલ મિર્ચી સાથે આર્થિક લેણ-દેણની વાત સ્વીકારી હતી

અંડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચીના પરિવારજનોની ધરપકડ 

ઈડી દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે, આ મામલે કાર્યવાહી કરતા ઈડીએ ઈકબાલ મિર્ચીના કેટલાક સંબંધીઓની ધરપકડ કરી છે. ઈકબાલ મિર્ચી માટે કામ કરનાર કેટલાક લોકોની પણ ધરપકડ કરી હતી. ઈડીએ ડોનની પ્રોપર્ટી પણ જપ્ત કરી છે. 

2019 ની વિધાનસભાની ચૂંટણી પહેલા ED એ પ્રફુલ પટેલને નોટિસ આપી હતી

2019 માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ઇડીએ આ ચૂંટણી પહેલા કેટલાક નેતાઓને નોટિસ મોકલી હતી. આ નોટિસ મેળવનારાઓમાં રાજ ઠાકરે પણ હતા. સાથે જ પ્રફુલ પટેલને પણ નોટિસ મળી હતી. પ્રફુલ પટેલે ઈકબાલ મિર્ચી સાથેના નાણાકીય વ્યવહારો અંગે પહેલીવાર મીડિયા સમક્ષ કબૂલાત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

ED office NCP Leader Praful Patel પ્રુફલ પટેલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી Praful Patel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ