બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Navy Day 2021: 225 feet long, weighs 1400 kg, Navy displays largest national flag on Navy Day
ADVERTISEMENT
નેવી ડે 2021નાં ઉપલક્ષમાં વેસ્ટર્ન નેવલ કમાંડ મુંબઈના નેવલ ડોકયાર્ડ ઉપર વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રીય ધ્વજનું પ્રદર્શન કરાયું. આ ધ્વજનું મોં ઐતિહાસિક ગેટ વે ઓફ ઇન્ડિયા તરફ હતું.આ ધ્વજની લંબાઈ 225 ફીટ અને પહોળાઈ 150 ફીટ છે.ધ્વજનું વજન 1400 કિલોનું છે અને આ ખાદીનો બનાવાયેલો છે.આઝાદીના અમૃત મહોત્સવનાં ભાગરૂપે આને ખાદી,ગ્રામોદ્યોગ સંસ્થાએ બનાવો છે
નેવી ડેના દિવસે નૌસેના એ કહ્યું કે, તેઓ રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત છે.તેઓએ રાષ્ટ્રહિત અને લોકોની સેવા પ્રત્યે પોતાના કર્તવ્ય પરાયણથી સૌથી મોટા ધ્વજનું પ્રદર્શન કર્યું
ADVERTISEMENT
આ પહેલા નૌસેના પ્રમુખ એડમિરલ આર.હરિકુમાર એ કહ્યું હતું કે, ભારતીય નૌસેના હિન્દ મહાસાગરમાં ચીનની ગતિવિધિઓ પર સુક્ષમતાથી નજર રાખી રહ્યા છે.અને તેઓ સુરક્ષાને લઈને કોઈ પણ મુશ્કેલી સામે બાથ ભીડી શકે છે. આ સાથે જ એડમિરલ કુમારે સેનાઓની ત્રણેય પાંખનાં એકત્રીકરણની દિશામાં ચાલી રહેલા મહાત્વાકાંશી સુધારનું સમર્થન કર્યું હતું,જેમાં એક સંયુક્ત નૌવહન 'થીયેટર'કમાનની સ્થાપના શામેલ છે.
ભારતીય નૌસેના દિવસની પૂર્વ સંધ્યાએ તેમણે કહ્યું હતું કે, ભારતની ઉતર બાજુની સરહદે બનેલ્લી સ્થિતિથી આવા સમયે સુરક્ષા સંબંધી આંટી-ઘૂંટી પેદા થઇ,જ્યારે દેશ કોવીડ -19 ની મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો. એડમિરલે કહ્યું કે, 'બેવડા'પડકારની આ સ્થિતિ હજુ પણ એવી જ છે
ADVERTISEMENT
ચીન દ્વારા નૌસેનાના વિસ્તારને ટાંકતા નવનિયુક્ત નૌસેના પ્રમુખે કહ્યું કે, ' માત્ર સંખ્યાબળ જ મહત્વ નથી રાખતું, આ સાથે જ તેમણે રણનીતિ,સંચાલન યોજના, અને હથીયારોના મહત્વ પર જોર આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.