બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:08 AM, 23 April 2026
Weather Update : ગુજરાત સહિત દેશભરમાં હાલમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં અનેક રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ અને મધ્ય ભારત સુધી હીટવેવના કારણે જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સતત 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેતાં લોકો માટે દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં તાપમાન 45 ડિગ્રી થતાં 7 લોકોના મોત
આ તરફ ગરમીના વધતા પ્રભાવને કારણે આરોગ્ય પર પણ અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના વિદર્ભ અને ઉત્તર વિસ્તારોમાં તાપમાન 45°C થી વધુ નોંધાતા હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થયો છે, જ્યાં 7 લોકોના મોત અને અનેક લોકો બીમાર પડ્યાની માહિતી સામે આવી છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં તાજમહેલની મુલાકાતે આવેલા કેટલાક પ્રવાસીઓ ગરમીના કારણે બેભાન થઈ ગયા હતા, જે ગરમીની ગંભીરતાને દર્શાવે છે.
ADVERTISEMENT
પર્યટન ક્ષેત્ર પર પણ ગરમીની અસર
આ તરફ પર્યટન ક્ષેત્ર પર પણ ગરમીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજસ્થાનના ઉદયપુર અને જયપુર જેવા લોકપ્રિય સ્થળોએ પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે. લોકો હવે દિવસ દરમિયાન બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જરૂરી કામ માટે જ બહાર જઈ રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પણ આગામી દિવસોમાં તાપમાન 45°C થી વધુ પહોંચવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓમાં ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને નિયમિત અંતરે પાણી પીવાનું યાદ અપાવવા માટે દર 45થી 60 મિનિટે ઘંટડી વગાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT

પહેલીવાર ‘વોર્મ નાઇટ’ એલર્ટ જાહેર
ADVERTISEMENT
આ તરફ મધ્યપ્રદેશમાં પહેલીવાર ‘વોર્મ નાઇટ’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે રાત્રે પણ તાપમાનમાં ઘટાડો થતો નથી. જ્યારે રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ઘણી વધારે રહે છે, ત્યારે તેને ‘વોર્મ નાઇટ’ કહેવાય છે. આ સ્થિતિમાં લોકોને રાત્રે પણ ગરમીથી રાહત મળતી નથી, જેના કારણે આરોગ્ય સંબંધિત જોખમ વધી શકે છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ જાહેર છે, જ્યારે છત્તીસગઢના બિલાસપુરમાં પણ તાપમાન ઊંચું નોંધાયું છે. અહીં રેલ્વે સ્ટેશન પર મિસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને લોકોને થોડી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : બંગાળમાં 152 અને તમિલનાડુની તમામ બેઠકો પર મતદાન, ઈતિહાસ રચવા આતુર મતદારો
ADVERTISEMENT
આગામી દિવસોમાં પણ હવામાનમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે. કેટલાક રાજ્યોમાં ગરમી યથાવત રહેશે, જ્યારે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
આગામી 2 દિવસના હવામાનની સ્થિતિ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.