બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: રીલના ચક્કરમાં હદ વટાવી! નદીમાં છોકરા-છોકરીની હરકતો જોઈ લોકો ભડક્યા

વાયરલ / VIDEO: રીલના ચક્કરમાં હદ વટાવી! નદીમાં છોકરા-છોકરીની હરકતો જોઈ લોકો ભડક્યા

Published By: Shilpa Parmar

Last Updated: 12:00 AM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Stunt Video : હાલ સોશિયલ મીડિયા પર એક ખતરનાક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ એક પળ માટે હેરાન રહી જશો. માત્ર લાઇક્સ અને વ્યુઝ વધારવાના ચક્કરમાં જવાન છોકરાએ એવું રિસ્ક લીધું કે કોઈ પણ ડરી જાય. જુઓ વાયરલ વીડિયો.

રીલ બનાવવા માટે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. ક્યારેક કોઈ ચાલતી ટ્રેનમાંથી લટકતું દેખાય છે, તો ક્યારેક કોઈ ઊંચી ઈમારતની છત પર ખતરનાક સ્ટંટ કરતું હોય છે.

આવા વીડિયો જોવામાં રોમાંચક લાગે છે, પરંતુ અહીં જો થોડી પણ ભૂલ થઈ જાય તો પરિણામ ખૂબ જ ખરાબ થઈ શકે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોવા મળતા ખતરનાક સ્ટંટને લઈને વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. લોકો ખરેખર મનોરંજન માટે આ બધું કરે છે કે પછી આ બેદરકારીનું પ્રદર્શન છે?

શું છે વીડિયોમાં?

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક છોકરાઓ એક પુલ પર ઊભા છે, જે દેખાવમાં યુવાનો લાગે છે. બધા મળીને કોઈ સ્ટંટની તૈયારી કરી રહ્યા છે. એવામાં પુલ પરથી એક છોકરો ઊંધો લટક્યો છે. તેના પગમાં એક કપડું બાંધીને મજબૂત રીતે પકડી રાખવામાં આવ્યુ છે અને પુલ પર ઊભેલા ત્રણ છોકરાઓએ કપડું પકડીને તેને નીચે લટકાવ્યો છે. નીચે નદીમાં તેજ પ્રવાહથી પાણી દેખાય રહ્યું છે અને તેમાં એક છોકરી હાથ-પગ મારતી ડૂબવાનું નાટક કરી રહી છે. ક્લિપની શરૂઆતમાં તો એવું લાગે છે કે આ બહાદુર છોકરો તેને બચાવી લેશે.

આ દ્રશ્ય પહેલી નજરે ખૂબ સાહસિક અને ફિલ્મી લાગે છે. પરંતુ ધ્યાનથી જોતા જ સાફ સમજાઈ જાય છે કે આ બધું માત્ર રીલનું શૂટિંગ છે. છોકરીનું ડૂબવું અને છોકરાનું તેને બચાવવાનો નાટકીય અંદાજ આ બધું માત્ર કેમેરા સામે કરવામાં આવેલુ નાટક છે.

હકીકતમાં જો કોઈનો જોવ બચાવવો હોય, તો ન તો આ રીતે કાપડ બાંધીને લટકાવામાં આવે અને ન પુલ પર ઊભેલા લોકો આટલા આરામથી ઊભા રહીને હસતાં-હસતાં મદદ કરતાં હોય. આ વીડિયો વાયરલ થયા પછી ઘણા લોકો તેને વખાણના દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે, તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

વીડિયો પર આવેલી કમેન્ટ્સ

વીડિયો જોયા બાદ લોકો કમેન્ટ્સ સેકશનમાં પોતપોતાના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "આજની પેઢીને સમજવાની જરૂર છે કે ક્રિએટિવિટીનો અર્થ જોખમ સાથે રમવામાં નથી. જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે, "લાઇક્સ અને વ્યૂઝ માટે આવી હરકત કોણ કરે ભાઈ? એક અન્ય યુઝરે લખ્યું કે, " વાયરલ થવાનો જુસ્સો ક્યારેય તમારી સુરક્ષા કરતાં મોટો ન હોઈ શકે."

વધુ વાંચો : શેરીમાં મોત જોઈ ગઈ મહિલા, અચાનક દીવાલ થઈ ધડામ, વીડિયો જોનારાએ કહ્યું આ અશક્ય

આ વીડિયો ‘એક્સ’ પર @ChapraZila નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dangerous Reel Stunt Viral Stunt Video Social Media Stunts for Likes

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ