બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:17 PM, 31 August 2025
Explosion in fireworks factory : ઉત્તર પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજધાની લખનઉના ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે એક ફટાકા ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. આજે વિશાળ અવાજ સાથે થયેલા વિસ્ફોટથી આજુબાજુના ઘરો ધ્રૂજતા લાગ્યા અને સ્થાનિક લોકો ભયભીત થઈ ઘરોની બહાર નીકળી આવ્યા હતા. આ તરફ આ દુર્ઘટનામાં 7 જેટલા લોકોના મોતની આશંકા છે.
ADVERTISEMENT

લખનઉના ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે થયેલ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને અંદર ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ તરફ સ્થળ પર તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને એંબ્યુલન્સ તેમજ એસ.ડી.આર.એફ.ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'ગર્વથી કહો સ્વદેશી છીએ', PM મોદીએ 'મન કી બાત'માં આપ્યો વોકલ ફોર લોકલનો મેસેજ
બચાવ ટીમ દ્વારા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે। શરૂઆતના અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં સાત જેટલા લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે. અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આ ફેક્ટરી કાયદેસર હતી કે નહીં તે બાબતની પણ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.