બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ગર્વથી કહો સ્વદેશી છીએ', PM મોદીએ 'મન કી બાત'માં આપ્યો વોકલ ફોર લોકલનો મેસેજ

મન કી બાત / 'ગર્વથી કહો સ્વદેશી છીએ', PM મોદીએ 'મન કી બાત'માં આપ્યો વોકલ ફોર લોકલનો મેસેજ

Published By: Nidhi Panchal

Last Updated: 12:20 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના યુવાનો માટે નવી તક ઉભી કરવા માટે પીએમ મોદીએ ‘પ્રતિભા સેતુ’ નામના ડિજિટલ પ્લેટફોર્મનો ઉલ્લેખ કર્યો. આ પોર્ટલ દ્વારા સિવિલ સર્વિસીસ સહિત અન્ય પરીક્ષામાં થોડા માર્જિનથી પાછળ રહી ગયેલા પ્રતિભાશાળી ઉમેદવારોને નોકરીની તક મળશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 125મો એપિસોડ દેશવાસીઓ સાથે શેર કર્યો. આ સંબોધન એવામાં આવ્યું છે જ્યારે દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને ચોમાસાની ઋતુએ કુદરતી આફતોનો ભયંકર ચહેરો બતાવ્યો છે.

pm-modi-simple

PM મોદીએ શરૂઆતમાં પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓને યાદ કરતા દુઃખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશના અનેક વિસ્તારોમાં ઘરો ધોવાઈ ગયા, ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા, પુલ અને રસ્તાઓ તૂટી પડ્યા, અનેક પરિવારો બરબાદ થઈ ગયા અને નિર્દોષ લોકોના જીવ પણ ગયા. તેમણે કહ્યું કે જે પરિવારોને પોતાના પ્રિયજનો ગુમાવવાનો આઘાત લાગ્યો છે, તે બધાનું દુઃખ સમગ્ર દેશનું દુઃખ છે.

દેશની સેનાની પ્રશંસા

આ કપરા સમયમાં દેશની NDRF, SDRF, સ્થાનિક એજન્સીઓ અને સેનાના કાર્યોની તેમણે પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે મુશ્કેલીની ઘડીમાં સ્થાનિક લોકો, સામાજિક કાર્યકરો, ડોકટરો અને વહીવટીતંત્રે માનવતા ઉપર રાખીને સતત સહાયતા પૂરી પાડી. પીએમ મોદીએ સૌને હૃદયપૂર્વક આભાર માન્યો.

mann-ki-bata

જમ્મુ અને કાશ્મીરની બે અનોખી સિદ્ધિઓ

આપત્તિના સમાચાર વચ્ચે મોદીએ જમ્મુ અને કાશ્મીરની બે અનોખી સિદ્ધિઓ પર ખુશી વ્યક્ત કરી. પ્રથમ ઘટના પુલવામામાં જોવા મળી, જ્યાં એક સ્ટેડિયમમાં રેકોર્ડ સંખ્યામાં લોકો એકત્ર થયા અને પહેલી વખત ડે-નાઈટ ક્રિકેટ મેચ રમાઈ. ‘રોયલ પ્રીમિયર લીગ’નો ભાગ રહેલી આ મેચમાં હજારો યુવાનો રાત્રે ક્રિકેટનો આનંદ માણતા જોવા મળ્યા.

‘ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’

બીજી ઘટના શ્રીનગરના પ્રસિદ્ધ દાલ લેક ખાતે યોજાયેલ દેશના પ્રથમ ‘ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’ની હતી. આ ઉત્સવમાં સમગ્ર ભારતમાંથી 800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. PM મોદીએ જણાવ્યું કે આવા સુંદર સ્થળ પર વોટર સ્પોર્ટ્સનું આયોજન કરવું ખરેખર વિશેષ વાત છે અને આ પગલાં જમ્મુ-કાશ્મીરમાં ખેલોને વધુ લોકપ્રિય બનાવશે.

app promo5

આ પણ વાંચો : દુલ્હાએ 10 કન્યાઓ સાથે કરી સુહાગરાત!, પત્ની સાથે કર્યું એવું કે જાણીને આંખો પહોળી થઈ જશે!

પ્રતિભા સેતુ શું છે? PM મોદીએ કયા નામનો ઉલ્લેખ કર્યો?

આ પોર્ટલ એવા હજારો ઉમેદવારો માટે છે જેમણે UPSC કે અન્ય મોટી પરીક્ષાના બધા તબક્કા પાસ કર્યા હતા, પરંતુ ખૂબ ઓછા માર્જિનથી અંતિમ યાદીમાં સ્થાન મેળવી શક્યા નહોતા. આવા યુવાનો ખૂબ જ સક્ષમ હોવા છતાં નોકરીની તક ગુમાવી દેતા હતા. હવે ‘પ્રતિભા સેતુ’ દ્વારા ખાનગી કંપનીઓ આ ઉમેદવારોની માહિતી મેળવી શકે છે અને તેમને યોગ્ય રોજગાર આપી શકે છે. અત્યાર સુધી આ પોર્ટલની મદદથી સેંકડો ઉમેદવારોને તરત જ નોકરી મળી છે અને હજારો યુવાનોનો ડેટાબેંક અહીં ઉપલબ્ધ છે. આ પહેલથી એવા વિદ્યાર્થીઓને નવું આત્મવિશ્વાસ મળી રહ્યું છે, જે થોડા પગથિયા દૂર રહી ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Digital Platform Pratibha Setu

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ