બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દુલ્હાએ 10 કન્યાઓ સાથે કરી સુહાગરાત!, પત્ની સાથે કર્યું એવું કે જાણીને આંખો પહોળી થઈ જશે!
Last Updated: 10:47 AM, 31 August 2025
એક વખત નહીં, બે વખત નહીં… પરંતુ આખા 10 વખત લગ્ન કરીને પણ દરેક વાર નિષ્ફળ થયેલો એક માણસ, જે અંતે પોતાની 10મી પત્નીનો ભયાનક રીતે હત્યા કરી, આ સાંભળીને તમને ફિલ્મની સ્ટોરી લાગે, પરંતુ આ સત્ય ઘટના છે અને તે પણ છત્તીસગઢના જશપુર જિલ્લાના સુલેસા ગામની.
ADVERTISEMENT

છત્તીસગઢના જશપુર જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને લોકો ચોંકી ગયા છે. અહીં એક એવો માણસ છે જેણે માત્ર એક-બે નહીં પરંતુ 10 વખત લગ્ન કર્યા. જીવનમાં સ્થાયી થવાની ઈચ્છામાં તેણે વારંવાર લગ્ન કર્યા, પરંતુ દુર્ભાગ્યે એકપણ લગ્ન ટકી શક્યા નહીં. અંતે જ્યારે 10મી પત્ની તેના જીવનમાં આવી ત્યારે ધુલા રામે એવો કૃત્ય કર્યો કે આખું ગામ અને પોલીસ બંને હચમચી ગયા.
ADVERTISEMENT

ADVERTISEMENT
જશપુર જિલ્લાના સુલેસા ગામનો રહેવાસી ધુલા રામ નામનો આ વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી સતત લગ્ન કરી રહ્યો હતો. શરૂઆતમાં ગામના લોકો પણ માનતા કે કદાચ વારંવાર થયેલા છૂટાછેડા પાછળ પત્નીઓ જવાબદાર હશે, પરંતુ ધીમે ધીમે સત્ય બહાર આવતું ગયું. હકીકતમાં, ધુલા રામ પોતાની પત્નીઓ પર શંકા કરતો અને તેમને વારંવાર માર મારતો હતો. તેના કારણે કોઈપણ પત્ની તેને લાંબા સમય સુધી સહન કરી શકી નહોતી. એક પણ પત્ની લગ્નના છ મહિનાથી વધુ ન ટકી શકી. એક પછી એક પત્ની તેને છોડી જતા, ધુલા રામ ફરી નવા લગ્ન કરતો રહ્યો.
ADVERTISEMENT
જ્યારે ધુલા રામે 10મી વખત લગ્ન કર્યા ત્યારે લાગ્યું કે કદાચ હવે તેના જીવનની ગાડી પાટા પર આવશે. પરંતુ આવું થયું નહીં. આ વર્ષની એપ્રિલ મહિનામાં ધુલા રામ તેની પત્ની સાથે એક લગ્ન પ્રસંગે ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ તેને શંકા થઈ કે તેની પત્નીએ લગ્નમાંથી ચોખા, રસોઈનું તેલ અને સાડી ચોરી કરી છે. આ વાતને લઈને બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો. ગુસ્સાની હાલતમાં ધુલા રામે પોતાની 10મી પત્નીનું માથું પથ્થરથી કચડી નાખ્યું અને તેની ઘટનાસ્થળે જ મોત નીપજાવ્યું.

ADVERTISEMENT
પોતાના ગુનાને છુપાવવા માટે ધુલા રામે લાશને જંગલમાં લઈ જઈ સૂકા પાંદડાઓની વચ્ચે છુપાવી દીધી. પરંતુ લાશ સડવા લાગી અને ચાર દિવસ બાદ જંગલમાંથી દુર્ગંધ આવવા લાગી. આથી સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી. પોલીસે તપાસ હાથ ધરી અને અંતે ધુલા રામ સામે પુરાવા મળતા તેને પકડી લીધો. પૂછપરછ દરમિયાન ધુલા રામે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.
ADVERTISEMENT
આ પણ વાંચો : 16,00,000 કમાતી પત્નીએ માંગ્યું ભરણપોષણ, હાઇકોર્ટે આપ્યો જવાબ
આ ઘટનાએ સમગ્ર જશપુર જિલ્લામાં ચકચાર મચાવી છે. લોકો માનવા તૈયાર નથી કે એક વ્યક્તિ માત્ર શંકાના આધારે પોતાની જ પત્નીનો જીવ લઈ શકે. ગામવાસીઓ કહે છે કે ધુલા રામ હંમેશા શંકાશીલ સ્વભાવનો હતો અને તેનો ગુસ્સો ખૂબ જ ખતરનાક બની જતો. હવે પોલીસ તેને કડક કાયદાકીય પગલાં હેઠળ જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.