બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 16,00,000 કમાતી પત્નીએ માંગ્યું ભરણપોષણ, હાઇકોર્ટે આપ્યો જવાબ

ચુકાદો / 16,00,000 કમાતી પત્નીએ માંગ્યું ભરણપોષણ, હાઇકોર્ટે આપ્યો જવાબ

Priyankka Triveddi

Last Updated: 09:23 AM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિ-પત્ની વચ્ચેના છૂટાછેડાના કેસોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે પત્ની ભરણપોષણ માંગે છે અને કોર્ટ પણ તેને મંજૂરી આપે છે. પરંતુ આ વખતે મદ્રાસ હાઈકોર્ટે એક અલગ જ ઉદાહરણ રજૂ કર્યું છે. મદ્રાસ હાઇકોર્ટે આ મહિલાને ભરણપોષણ આપવાની મનાઈ ફરમાવી દીધી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

Madras High Court Divorce Case: જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે ડિવોર્સની વાત આવે એટલે પતિએ અમુક રકમ પત્નીને ભરણપોષણ પેટે દર મહિને આપવી પડતી હોય છે અને કોર્ટ જ આ રકમને મંજૂર કરે છે. ત્યારે મદ્રાસ હાઇકોર્ટે એક મહિલાની ભરણપોષણ માંગતી અરજીને ફગાવી દીધી હતી. તેની પાછળનું શું છે કારણ ચાલો જાણીએ.

મદ્રાસ હાઇકોર્ટમાં એક ડોક્ટર પત્નીની અપીલ હાઇકોર્ટે ફગાવી દીધી અને હાઈકોર્ટે કમાતી મહિલાને અરીસો બતાવતી વખતે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી.આ કેસમાં ભારણ પોષણ માટે અપીલ કરનાર મહિલા ડૉક્ટર છે અને તેની વાર્ષિક આવક લગભગ 16 લાખ રૂપિયા છે અને જેની પાસે કરોડોની સંપત્તિ પણ છે છતાં તેણે તેના પતિ પાસેથી વચગાળાના ભરણપોષણની માંગણી કરી. ફેમિલી કોર્ટે પણ તેને દર મહિને 30000 રૂપિયા આપ્યા. પરંતુ જ્યારે પત્નીએ આનાથી વધુ માંગણી કરી. ત્યારે પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી ત્યારે મદ્રાસ હાઈકોર્ટે કમાણી કરતી મહિલાની વચગાળાના ભથ્થામાં વધારો કરવાની અરજી ફગાવી દીધી એમ કહીને કે પત્ની પાસે પહેલેથી જ પૂરતી આવક અને મિલકત છે. કોર્ટે પુત્રને ભથ્થું અને શિક્ષણ ખર્ચ આપવાના આદેશને યથાવત રાખ્યો.

મહિલા ડોક્ટર અને એક કંપનીની ડિરેક્ટર

22 ઓગસ્ટ 2025 ના રોજ મદ્રાસ હાઈકોર્ટે પત્નીની ભરણપોષણની માંગણી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે પત્ની પાસે પહેલેથી જ પૂરતી આવક અને મિલકત છે તેથી તેને વધુ પૈસા આપવાનું કોઈ વાજબી નથી. તે જ સમયે પતિ પહેલાથી જ પુત્રના શિક્ષણ અને સંભાળનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. હકીકતમાં ભરણપોષણ વધારવા માટે અરજી કરનાર મહિલા ડૉક્ટર છે અને એક કંપનીની ડિરેક્ટર પણ છે. તેની વાર્ષિક આવક 16 લાખ રૂપિયા છે. તેણે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ (2021-2024) માં લગભગ 47 લાખ રૂપિયા ડિવિડન્ડની આવક મેળવી હતી. એટલું જ નહીં તેની પાસે લગભગ 32 સેન્ટ (0.31 એકર) જમીન પણ છે, જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. મતલબ કે મહિલા સંપૂર્ણપણે આત્મનિર્ભર છે. હાઈકોર્ટમાં પત્નીના વકીલોએ પોતે સ્વીકાર્યું હતું કે તેને આ આવક મળી છે.

વર્ષ 2019માં કરી હતી છૂટાછેડા માટે અરજી

આ કેસ વર્ષ 2019 માં શરૂ થાય છે. પતિ-પત્નીએ પરસ્પર મતભેદોને કારણે ચેન્નાઈ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. 2021માં ફેમિલી કોર્ટે આદેશ આપ્યો કે પતિએ પુત્રના શિક્ષણ અને કોચિંગનો ખર્ચ (NEET ફી સહિત) ઉઠાવવો જોઈએ. વર્ષ 2023માં ફેમિલી કોર્ટે એક વચગાળાના આદેશમાં પતિને પત્ની અને પુત્ર બંનેને દર મહિને 30000 રૂપિયા ચૂકવવા કહ્યું. વર્ષ 2023માં પત્નીએ આ આદેશને પડકાર્યો અને ભરણપોષણ વધારવા માટે મદ્રાસ હાઇકોર્ટનો સંપર્ક કર્યો. સમગ્ર મામલાને ધ્યાનમાં લેતા કોર્ટે 22 ઓગસ્ટ 2025 ના રોજ પત્નીની અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે તમારી પાસે પહેલાથી જ પૂરતી આવક અને મિલકત છે.

હાઈકોર્ટનો તર્ક

ન્યાયાધીશ પીબી બાલાજીએ કહ્યું, 'હિન્દુ લગ્ન કાયદાની કલમ 24 હેઠળ વચગાળાનું ભરણપોષણ ભથ્થું ફક્ત એવી સ્થિતિમાં આપવામાં આવે છે જ્યારે પત્ની પાસે તેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી આવક ન હોય. આ કિસ્સામાં પત્ની પાસે પહેલેથી જ પૂરતી આવક અને મિલકત છે. પતિ પુત્રના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી રહ્યો છે અને બાળક માટે દર મહિને 30000 રૂપિયા પણ આપી રહ્યો છે. તેથી પત્નીને અલગ વચગાળાનું ભથ્થું આપવાની જરૂર નથી.'

વધુ વાંચો: 'જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ મળશે રાજ્યનો દરજ્જો', મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન

Vtv App Promotion

કોર્ટનો નિર્ણય

હાઈકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા પત્નીને આપવામાં આવતા 30000 રૂપિયાના વચગાળાના ભથ્થાને રદ કરી દીધો હતો. જોકે પુત્રને આપવામાં આવતા 30000 રૂપિયા અને શિક્ષણ ખર્ચ ચાલુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madras High Court Divorce Case Divorce Case Verdict
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ