ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનનું અચાનક પ્લેટફોર્મ બદલાઈ જાય અને છૂટી જાય તો રિફંડ મળે? જાણો નિયમો

તમારા કામનું / ટ્રેનનું અચાનક પ્લેટફોર્મ બદલાઈ જાય અને છૂટી જાય તો રિફંડ મળે? જાણો નિયમો

Published By: Priykant Shrimali

Last Updated: 06:33 PM, 17 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Train Missed : શું તમે પણ અચાનક પ્લેટફોર્મ બદલાવને કારણે ટ્રેન ચૂકી ગયા છો ? જાણો રિફંડ મળશે કે નહીં અને શું છે સાચા નિયમો અહીં એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Train Missed : ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘણી વાર મુસાફરોને અનેક વાર એવા દુઃખદ અનભવ થાય છે કે, તેઓ સમયસર સ્ટેશન પર પહોંચ્યા હોવા છતાં પ્લેટફોર્મ બદલતા, મોડી જાહેરાત અથવા ટાઈમિંગમાં ફેરફાર જેવી પરિસ્થિતિઓને કારણે ટ્રેન ચૂકી જાય છે. મોટાભાગના લોકો માનતા હોય છે કે, હવે ટિકિટ રદ માની લેવામાં આવશે અને કોઈ રિફંડ નહીં મળે. પરંતુ હકીકતમાં ભારતીય રેલ્વેના નિયમો મુજબ આવી સ્થિતિઓમાં તમને સંપૂર્ણ રિફંડ મળવાનો હક્ક છે—શરત એટલી કે ભૂલ રેલ્વેની હોવી જોઈએ. આ લેખમાં જાણો કે કઈ પરિસ્થિતિઓમાં રિફંડ મળે છે, શું પ્રક્રિયા છે, અને શું કાનૂની નિયમો કહે છે.

ભારતીય રેલ્વેના નિયમો મુજબ મુસાફર જો ટ્રેનના ડિપાર્ચર પહેલાં પાંચ મિનિટ પહેલા પ્લેટફોર્મ પર હાજર હોય, તો તેને સમયસર પહોંચેલો માનવામાં આવે છે. જો ટ્રેન નિર્ધારિત સમય કરતાં વહેલી નીકળી જાય અથવા કોઈ જાહેર માહિતી વગર બીજા પ્લેટફોર્મ પર મોકલી દેવામાં આવે તો આ રેલ્વેની ભૂલ ગણાય છે અને મુસાફરને સંપૂર્ણ રિફંડ મળે છે.

કઈ-કઈ પરિસ્થિતિઓમાં રિફંડ-વળતર ચોક્કસ મળે છે?

  • ટ્રેન નિર્ધારિત સમય પહેલાં નીકળી જાય : મુસાફર સમયસર પહોંચ્યો હોવા છતાં ટ્રેન વહેલી નીકળે તો 100% રિફંડ મળવાનો હક્ક છે.
  • સમય બદલાવની સુચના ન મળે : તમે ઓનલાઇન ટિકિટ બુક કરી હોય અને SMS/ઈમેલ દ્વારા સમય બદલાવની માહિતી ન મળે, તો પણ રિફંડ મળવો જોઈએ.
  • પ્લેટફોર્મ બદલાવની જાહેરાત ન થાય : જો રેલ્વે પ્લેટફોર્મ બદલે પરંતુ જાહેરાત ન થાય અને મુસાફર આ કારણે ટ્રેન ચૂકી જાય-આ પણ રેલ્વેની જ જવાબદારી છે.

આવા તમામ કિસ્સામાં તમે ફરિયાદ નોંધાવી શકો છો:

  • RailMadad Portal – railmadad.indianrailways.gov.in
  • 139 હેલ્પલાઇન નંબર

ટ્રેન ચૂકી ગયા પછી રિફંડ કેવી રીતે મળશે? સંપૂર્ણ પ્રક્રિયા

ઘણા લોકો ગુસ્સામાં પોતાની ટિકિટ ફેંકી દેતા હોય છે, પરંતુ આ ઉપયોગી છે, રિફંડ મેળવવા માટે નીચેની પ્રક્રિયા જરૂરી છે:

  • TDR ફાઈલ કરવું જરૂરી છે (Ticket Deposit Receipt) : રેલ્વે એવી પરિસ્થિતિઓ માટે TDR સિસ્ટમ આપતું છે જેથી મુસાફર સાબિત કરી શકે કે તેણે મુસાફરી કરી નથી.

(A) ઓનલાઈન બુકિંગ હોય તો

  • IRCTC વેબસાઇટ/app પર જાવ
  • My Bookings → File TDR પસંદ કરો
  • રિફંડનું કારણ પસંદ કરો અને સબમિટ કરો

(B) કાઉન્ટર ટિકિટ હોય તો

  • નજીકની રિઝર્વેશન ઓફિસ પર જાવ
  • TDR ફોર્મ ભરો
  • સ્ટાફ દ્વારા પ્રક્રિયા થશે

રિફંડ કેટલા સમયમાં મળે છે? : સામાન્ય રીતે 7 થી 21 દિવસ - કેટલાક કિસ્સામાં 3–4 દિવસમાં પણ રિફંડ મળી જાય છે.

આ પણ વાંચો : યુવાઓ થઈ જાઓ તૈયાર! રેલવેમાં 2,569 પદો પર ભરતી, નોટ કરી લો છેલ્લી તારીખ

મહત્વપૂર્ણ સૂચનાઓ

  • પ્લેટફોર્મ બદલાવ અથવા જાહેર માહિતીના અભાવે ટ્રેન ચૂકી ગઈ હોય તો ટિકિટ ક્યારેય ન ફેંકશો
  • IRCTC TDR સમયસર ફાઈલ કરવાની જરૂર છે
  • શક્ય હોય તો પ્લેટફોર્મ અને જાહેર માહિતી અંગે ફોટો/વિડિયો રાખો-ફરિયાદમાં મદદ મળે છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ticket Refund Indian Railways Train Missed

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ