બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:53 PM, 21 August 2025
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેલંગાણામાં બનેલી એક અનોખી અને હૃદયને સ્પર્શી જાય તેવી ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. વાત છે પેદ્દાપલ્લી જિલ્લાના સુલતાનાબાદની, જ્યાં એક નાની બાળકી કારમાં બંધ થઈ જાય છે. પછી જે બન્યું તે જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે બાળકી પોતાની સમજદારી બતાવીને કારમાંથી જાતે જ બહાર નીકળી જાય છે. જુઓ શું બની હતી ઘટના?
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીનો પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો અને હાઈવે પર એક મીઠાઈની દુકાન પર તેઓ મીઠાઈ લેવા ઊભા રહ્યા. ઘરના લોકોએ બાળકીને કારમાં જ બેસાડી રાખી અને ભૂલથી ચાવી પણ અંદર જ રહી ગઈ. અંતે કાર લોક થઈ ગઈ અને બાળકી અંદર જ બંધ થઈ ગઈ.
ADVERTISEMENT
સમય પસાર થતો ગયો અને કારની અંદર ગરમી વધતી ગઈ. એ કારણે બાળકીની તબિયત પણ બગડવા લાગી. આ જોતા પરિવારના સભ્યો અને ત્યાં હાજર અન્ય લોકો ગભરાઈ ગયા હતાં. લોક ખોલવાના અનેક પ્રયત્નો થયા, પરંતુ લગભગ અડધો કલાક સુધી પણ કોઈ સફળતા મળી નહીં.
ત્યારે એક યુવક ત્યાં આવ્યો અને તેણે પોતાના ફોનમાં એક YouTube વીડિયો ચાલુ કર્યો. જેમાં કાર લોક ખોલવાની રીત બતાવવામાં આવી હતી. તેણે ફોનને કારની બારી પાસે રાખ્યો અને બાળકીને તે વીડિયોમાં જણાવ્યા મુજબ કરવાનું કહ્યું. આશ્ચર્યની વાત એ છે કે બાળકીએ બધી વાત સમજી અને લોક ખોલી નાખ્યું.
ADVERTISEMENT
Man uses DIY Video to rescue girl who was locked in a car.
— Mohammed Baleegh (@MohammedBaleeg2) August 18, 2025
The incident occurred in Peddapalli district of Telangana. pic.twitter.com/FZ5Rw0MK52
આ રીતે બાળકીએ YouTube ટ્યુટોરીયલ જોઈને પોતાનો બચાવ કર્યું
ADVERTISEMENT
આ વીડિયો @MohammedBaleeg2 નામના X હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના નીચે કેપ્શનમાં લખ્યું છે, "એક વ્યક્તિએ કારમાં બંધ થયેલી બાળકીને બચાવવા માટે DIY વીડિયોનો ઉપયોગ કર્યો." આ વીડિયો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો બાળકીની બહાદુરી અને સમજદારીના ખૂબ વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.