બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પ્રેમિકાને બેસાડીને કારનો સરોવરમાં ધક્કો મારી દીધો, પ્રેમી તરીને બહાર આવીને ગયો, 'પ્રેમનો કાંટો' કાઢ્યો
Last Updated: 11:24 AM, 21 August 2025
આજકાલ 'પ્રેમ હત્યા' સામાન્ય બની રહી છે જેનો વધુ એક બનાવ બન્યો છે. કર્ણાટકના હસનમાં એક પરિણીત પ્રેમીએ તેની પ્રેમિકાનું મર્ડર કરી નાખ્યું અને આ માટે તેણે નવી રીત પસંદ કરી. આ પ્રેમીએ તેની પ્રેમિકાને પહેલા કારમાં બેસાડી અને પછી તેનો સરોવરમાં ધક્કો મારી દીધો હતો અને પછી આખી કહાની ઘડી નાખી પરંતુ તેમ કરવા છતાં તે પકડાઈ ગયો હતો.
ADVERTISEMENT
પતિથી અલગ રહેતી યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો
હસનના ચંદનહલ્લીમાં પીડિતા શ્વેતા અને પરિણીત રવિ સાથે કામ કરતી વખતે પ્રેમમાં પડ્યાં હતા. શ્વેતા તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને તે તેના માતાપિતા સાથે રહેતી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી, રવિ પીડિતા પર તેની ગર્લફ્રેન્ડ બનવા માટે દબાણ કરી રહ્યો હતો અને દાવો કરી રહ્યો હતો કે તે તેની પત્નીને તેના માટે છોડી દેશે. જોકે, શ્વેતાએ તેના પ્રસ્તાવોને નકારી કાઢ્યો છે. આથી ગુસ્સે ભરાયેલા રવિએ શ્વેતાને તેની કારમાં બોલાવી અને ચંદનહલ્લી તળાવમાં લઈ ગયો અને તેને બેસાડીને ધક્કો મારી દીધો હતો અને તે પોતે તરીને બહાર આવી ગયો.
ADVERTISEMENT
કહાની ઉપજાવી કાઢી
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું કે રવિ તરીને ઉપર ગયો પણ શ્વેતાનું મોત થયું. વીડિયો અને તસવીરોમાં રાત્રે બચાવ ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી જોવા મળી રહી છે. પૂછપરછ દરમિયાન રવિએ પોલીસને જણાવ્યું કે કાર આકસ્મિક રીતે તળાવમાં પડી ગઈ હતી અને તે તરીને સુરક્ષિત બહાર નીકળી ગયો હતો, પરંતુ શ્વેતા બચી શકી નહીં. જોકે, પોલીસે શ્વેતાના પરિવારની ફરિયાદના આધારે હત્યાનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે રવિની ધરપકડ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.