બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIRAL: બદલાતી ટેકનોલોજીનો ફાયદો! લગ્નની ભેટ સ્વીકારવા પિતાનો પોકેટ 'સ્કેનર' કીમિયો, લોકોની રમૂજી ટિપ્પણીઓ

Video / VIRAL: બદલાતી ટેકનોલોજીનો ફાયદો! લગ્નની ભેટ સ્વીકારવા પિતાનો પોકેટ 'સ્કેનર' કીમિયો, લોકોની રમૂજી ટિપ્પણીઓ

Priyankka Triveddi

Last Updated: 10:31 AM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tamilnadu Viral Video:લગ્નની વિધિઓમાં એક પરંપરા લગ્નમાં આપવામાં આવતા ચાંદલા એટલે કે કેશ/કવર ની પણ છે. તમિલનાડુના આ કપલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચાંદલો લેવાનું નક્કી કર્યું અને કર્યું કઈંક આવું..

Tamilnadu Viral Video: ભારતમાં લગ્નએ ખૂબ મોટો અને મહત્ત્વનો પ્રસંગ છે. અને દરેક માતા-પિતા પોતાના બાળક માટે તે જીવનભરનું સંભારણું બની રહે તેમ ઇચ્છતા હોય છે. તેવું જ કઈંક તમિલનાડુમાં એક પિતાએ કર્યું છે.

આમ તો રોજ નવા અને અનોખા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહેતા જ હોય છે. અને એમાં પણ જો તે વિડીયો લગ્નને લાગતો હોય તો તે વધુ વાયરલ થયો હોય છે. હાલ તમિલનાડુનો એક લગ્નનો વિડીયો વાયરલ થયો છે. જો કે દક્ષિણ ભારતમાં લગ્નની વિધિ અને રિવાજ હટકે હોય છે ત્યારે આ વિડીયો પણ તેના હટકે અંદાજને લીધે હાલ વાયરલ થઈ રહ્યો છે.

લગ્નમાં ડિજિટલ ભેટ સ્વીકારવાનો નવો ટ્રેન્ડ

તમિલનાડુમાંથી એક અનોખો અને મજેદાર લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પિતા અને પુત્રીના લગ્ન સમારંભ દરમિયાન પિતાએ ભેટ સ્વીકારવા માટે એક અનોખી રીત અપનાવી. પરંપરાગત રીતે રોકડ ભેટ સ્વીકારવાને બદલે, તેમણે પોતાની શર્ટના ખિસ્સા પર સ્કેનર (QR કોડ) લગાવ્યો હતો જેથી મહેમાનો સીધું ડિજિટલ પેમેન્ટ કરીને ભેટ આપી શકે.

લોકોની પ્રતિક્રિયાઓ

આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા પછી લોકો હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરી રહ્યા છે. ઘણા લોકોએ લખ્યું કે “આ જ તો સાચું ડિજિટલ ઈન્ડિયા છે!” જ્યારે કેટલાકે કહ્યું કે “પિતાજી ખરેખર ટેક-સેવી છે!” આ વાયરલ ક્લિપ બતાવે છે કે કઈ રીતે બદલાતી ટેકનોલોજી હવે પરંપરાગત પ્રસંગોમાં પણ સામેલ થઈ રહી છે, અને લોકો નવીન રીતે ડિજિટલ યુગનો સ્વીકાર કરી રહ્યા છે.

વધુ વાંચો: Video: જિમમાં અચાનક વાગ્યું 'ઠુકરાકે મેરા પ્યાર', ઘાયલ પ્રેમીના બૂમબરાડા, કરી એવી કસરત કે જોનારા હેરાન

vtv app promotion

જો કે યુનિક આઇડિયા વાળા આવા અવનવા વિડીયો વાયરલ થતાં જ હોય છે એક invitation card પણ હમણાં વાયરલ થયું હતું જેમાં કાર્ડમાં મેસેજ વાંચવા માટે અલગ જ ટ્રિક આપવામાં આવી હતી.

આ દિવાળીમાં પુણેમાં યોજાયેલી એક દિવાળી પાર્ટીએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું — કોઈ સજાવટ કે ડીજેને કારણે નહીં, પરંતુ એક અનોખા આમંત્રણ કાર્ડને કારણે! આ કાર્ડ વાંચવા માટે તેને આગ લગાવી પડે છે! શરૂઆતમાં કાર્ડ બિલકુલ સામાન્ય લાગતું હતું, પરંતુ તેની ઉપર એક નાની લાઇન લખેલી હતી – “અહીં સળગાવી દો.” કાર્ડ સાથે એક માચિસની પટ્ટી પણ જોડાયેલી હતી. જેમ જેમ કાર્ડને હળવી જ્યોત પાસે લાવવામાં આવ્યું, તેમ તેમ તેમાં લખાયેલા શબ્દો ધીમે ધીમે દેખાવા લાગ્યા અને આખરે સંદેશ સ્પષ્ટ થયો – “21 ઓક્ટોબરે ડીજે ડી રેઈન સાથે દિવાળી પાર્ટી.” આ અનોખી રીતથી બનાવાયેલા આમંત્રણ કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક મહિલા આ કાર્ડ ખોલતી જોવા મળે છે. શરૂઆતમાં કંઈ ખાસ દેખાતું નથી, પરંતુ આગની નજીક આવતા કાર્ડ પર લખાયેલા શબ્દો એક પછી એક દેખાવા લાગે છે, જાણે કોઈ જાદૂ થઈ રહ્યું હોય!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

https://play.google.com/store/apps/details?id=com.vtvgujarati.news

સંકળાયેલા મુદ્દાઓ

TamilNadu Viral Video WeddingTrend Digital India
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ