ન્યૂઝ અપડેટ્સ
VTV / Viral / Video: જિમમાં અચાનક વાગ્યું 'ઠુકરાકે મેરા પ્યાર', ઘાયલ પ્રેમીના બૂમબરાડા, કરી એવી કસરત કે જોનારા હેરાન
Last Updated: 09:03 AM, 29 October 2025
ADVERTISEMENT
Viral Video: 'ઠુકરાકે મેરા પ્યાર મેરા ઇન્તકામ દેખેગી...' આ ગીત લગભગ બધાએ જ સાંભળ્યું હશે. બ્રેકઅપ પછીના દુઃખને વ્યક્ત કરતું આ ગીત ઘણીવાર યુવાનો સોશિયલ મીડિયા પર રીલ્સ પોસ્ટ કરવા માટે વાપરતા હોય છે. પ્રેમમાં દિલ તૂટ્યા પછી લોકો આ ગીત પર વિચિત્ર હરકતો કરતા પણ દેખાય છે. ત્યારે હાલમાં પણ આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જિમમાં આ ગીત વાગતા જ એક શર્ટલેસ યુવક ચીસો પાડી-પાડીને ચેસ્ટ પ્રેસ મારવા લાગે છે. તેના આ અંદાજને લીધે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ ગયો છે.
ADVERTISEMENT
ये ब्रेकअप का दर्द है रमेश बाबू 🥺
— Aditi Menon (@Aditi_Menon_123) October 28, 2025
इसे वही समझेगा जिसने प्यार किया है 🙁😎 pic.twitter.com/Fzeioy2j2Q
ADVERTISEMENT
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @Aditi_Menon_123 હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - 'આ બ્રેકઅપનું દર્દ છે, રમેશ બાબુ; આને એ જ સમજશે જેણે પ્રેમ કર્યો છે.' જિમના આ વીડિયોમાં એક્સરસાઇઝ એરિયામાં ઘણા લોકો જિમ કરતા દેખાઈ રહ્યા છે. આમાં એક યુવક બેંચ પર બેઠો છે અને કેબલથી ચેસ્ટ પ્રેસ મારી રહ્યો છે. પણ જેવું "ઠુકરાકે મેરા પ્યાર મેરા ઇન્તકામ દેખેગી..." ગીત વાગે કે સંભાળીને તે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ચીસો પાડી-પાડીને ચેસ્ટ પ્રેસ મારવા લાગે છે. આ જોઈને, તેની આસપાસ ઉભેલા યુવકો તેનો વીડિયો બનાવવા લાગે છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: પેસેન્જરે એર હોસ્ટેસને એવું તે શું પૂછી લીધું? કે પહેલા હસી અને પછી ચાલતી પકડી...!
ADVERTISEMENT
અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયો જોયો છે અને તેમના રિએક્શન આપ્યા છે. એક યુઝરે લખ્યું - 'ઇન્તકામ કે ચક્કર મેં ઇન્તકાલ ન હો જાયે, થોડા ધીરે.' બીજા યુઝરે લખ્યું - શું કરી રહ્યો છે આ ફેફસા, અવી રીતે કોણ એક્સરસાઇઝ કરે. અન્ય યુઝરે લખ્યું - 'બિચારાનું દિલ તૂટ્યું નથી, ફાટી ગયું છે.' એક યુઝરે લખ્યું - "આ બ્રેકઅપ નહીં, મ્યુઝિકની અસર છે, ભાઈને જોશ આવી ગયો.' બીજા યુઝરે લખ્યું - 'હવે તેની છાતીમાં ખૂબ દુઃખે છે, તેના હાથ ભરાઈ ગયા છે, વિચારવામાં - શ્વાસ લેવામાં અલગથી તકલીફ થઈ રહી છે.'
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT