બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: કોરિયને સાળાના લગ્નમાં ગાયું શાહરૂખની ફિલ્મનું ગીત, દિલ જીતી લેતો વીડિયો વાયરલ

વાયરલ / VIDEO: કોરિયને સાળાના લગ્નમાં ગાયું શાહરૂખની ફિલ્મનું ગીત, દિલ જીતી લેતો વીડિયો વાયરલ

Published By: Shilpa Parmar

Last Updated: 08:52 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે ક્યારેય કોરિયન વ્યક્તિને હિન્દી સોંગ ગાતા જોયો છે? જો નથી જોયો તો જુઓ આ વાયરલ વીડિયો જેમાં તમને કોરિયન વ્યક્તિના અવાજમાં શાહરૂખની ફિલ્મનું ગીત સાંભળવા મળશે.

અલગ–અલગ ભાષાઓ શીખવી એક સારી બાબત છે. દુનિયામાં ઘણા એવા લોકો છે, જે વિવિધ ભાષાઓ બોલી અને સમજી શકે છે. ભારતમાં પણ એવા અનેક લોકો છે, જેમને ઘણી ભાષાઓ આવડે છે. વિદેશમાં પણ એવા લોકો જોવા મળે છે, જે સારું હિન્દી કે ગુજરાતી બોલી શકે છે.

હાલમાં આવા જ એક વિદેશી યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો એટલા માટે વાયરલ થઈ રહ્યો છે કારણ કે, વીડિયોમાં એક કોરિયન યુવક હિન્દી ગીત ગાતો જોવા મળે છે. આ યુવક કોરિયાનો રહેવાસી છે અને તેણે શાહરુખ ખાનની ફિલ્મ રઈસનું “જાલિમા” ગીત ગાઈને સૌનું દિલ જીતી લીધું છે.

કોણ છે આ કોરિયન યુવક?

વીડિયોમાં ગીત ગાઈ રહેલો વ્યક્તિ જોંગસૂ લી નામનો કોરિયન યુવક છે. તે પોતાના ભારતીય સાળાના લગ્નમાં સામેલ થવા આવ્યો હતો. ત્યાં તેણે સ્ટેજ પર ચડીને માઈક હાથમાં લીધું અને જાલિમા ગીત ગાઈને સૌને આશ્ચર્યચકિત કરી દીધા.

આ દરમિયાન મહેમાનો પણ ખુબ ઉત્સાહિત થયા અને છેલ્લે બધા સાથે મળીને ગીત ગાવા લાગ્યા. આ નજારો ખરેખર દિલને સ્પર્શી જાય એવો હતો. આ વીડિયો કોરિયન યુવકની ભારતીય પત્ની નેહાએ શૂટ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ વાયરલ થઈ ગયો.

અહીં જુઓ વાયરલ વીડિયો

વીડિયો પર આવેલી કમેન્ટ્સ

વીડિયો જોયા બાદ એક યૂઝરે કમેન્ટ કરીને લખ્યું, “તેમનો મીઠો અવાજ સાંભળીને હું તો ગીતનો ઓરિજિનલ અવાજ જ ભૂલી ગયો.” જ્યારે બીજા યૂઝરે લખ્યું, “જોંગસૂ જીજુ તો એક જ ધૂનમાં રંગાઈ ગયા છે.” અન્ય યૂઝરે પણ લખ્યું, “જીજુએ ધમાલ મચાવી દીધી, અમે તો આશ્ચર્યમાં પડી ગયા.” તો બીજા એક યુઝરે આ વાયરલ વીડિયોને “ઈન્ટરનેટ પરનો સૌથી મીઠો અવાજ” કહી દીધો.

વધુ વાંચો: મોંઘીદાટ ગાડીઓ, કરોડોના ઘરેણાં, આ ધનકુબેરનો ખજાનો જોઈ ED પણ ચોંકી ગઈ

નેહા અરોડા નામની વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધી 16 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે અને 1 લાખથી વધારે લોકોએ તેને લાઇક કર્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ કોરિયન યુવકના આ શાનદાર પરફોર્મન્સ પર વખાણ કર્યા વગર રહી શક્યા નથી. સૌથી રસપ્રદ વાત એ છે કે ભારતીય યૂઝર્સે આ કોરિયન યુવક જોંગસૂ લીને પોતાનો ‘જીજુ’ માન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Korean boy viral video Social media trending Korean boy song viral

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ