બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:08 PM, 31 August 2025
શિમલામાં Enforcement Directorate (ED) દ્વારા એક ધનિક વ્યક્તિ શક્તિ રંજન દાસના ઘર પર કરવામાં આવેલા દરોડાએ ચકચાર મચાવી દીધી છે. 30 ઓગસ્ટ, 2025ના રોજ ભુવનેશ્વર (ઓડિશા) સ્થિત શક્તિ રંજન દાસ અને તેની સંલગ્ન કંપનીઓ અનમોલ માઇન્સ પ્રાઈવેટ લિમિટેડ (AMPL) અને અનમોલ રિસોર્સિસ પ્રાઈવેટ લિમિટેડ (ARPL) પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

આ દરોડા દરમિયાન એજન્સીએ આશ્ચર્યજનક સંપત્તિ જપ્ત કરી. તેમાં 10 લક્ઝરી વાહનો, 3 સુપર બાઇક, 13 લાખ રૂપિયા રોકડા, 1.12 કરોડ રૂપિયાના ઘરેણાં, અનેક ગુનાહિત દસ્તાવેજો અને મોટી સંખ્યામાં સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. સાથે જ શક્તિ રંજન દાસના 2 લોકર પણ સીલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ કાર્યવાહી ઇન્ડિયન ટેકનોમેક કંપની લિમિટેડ (ITCOL) ના બેંક છેતરપિંડી કેસ સાથે સંકળાયેલી છે. આ કેસ હિમાચલ પ્રદેશ પોલીસની CID દ્વારા નોંધવામાં આવેલી FIR પરથી આગળ વધ્યો છે. આરોપ છે કે ITCOLના ડિરેક્ટરોએ વિવિધ કંપનીઓના કર્મચારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મળીને બેંકો પાસેથી લીધેલી લોનનો ખોટો ઉપયોગ કર્યો હતો. EDએ નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ 2009થી 2013 દરમિયાન ITCOLએ નકલી પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર કરીને અને શેલ કંપનીઓને ખોટું વેચાણ બતાવીને બેંક ઓફ ઈન્ડિયા સહિતના બેંકોના કન્સોર્ટિયમ પાસેથી લોન લીધી હતી.

ADVERTISEMENT
જાણવા જેવું છે કે આ લોનનો ઉપયોગ જે હેતુ માટે લેવાયો હતો તે હેતુ માટે ક્યારેય કરવામાં આવ્યો નહીં. કુલ છેતરપિંડીની રકમ લગભગ 1,396 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ EDએ આ કેસમાં 310 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી, જેમાંથી 289 કરોડ રૂપિયાની સંપત્તિ પીડિત બેંકોને પરત કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટની ઘટના, 7ના કમકમાટીભર્યા મોત
એજન્સીના દાવા મુજબ ITCOL અને તેની શેલ કંપનીઓ દ્વારા AMPLના બેંક ખાતામાં લગભગ 59.80 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એવું પણ કહેવાય છે કે શક્તિ રંજન દાસે જાણી જોઈને ITCOLના પ્રમોટર રાકેશ કુમાર શર્માને ઓડિશામાં ખાણકામ પ્રવૃત્તિઓ માટે આ ભંડોળનો ઉપયોગ કરવામાં મદદ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.