બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'PM મોદીની માતાના બધા વીડિયો તરત હટાવો' હાઈકોર્ટે કોંગ્રેસને કર્યો મોટો ઓર્ડર, શું હતો વિવાદ?
Last Updated: 12:17 PM, 17 September 2025
પટના હાઈકોર્ટે કોંગ્રેસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદી દર્શાવતો AI-જનરેટેડ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવા જણાવ્યું છે.
ADVERTISEMENT
કોંગ્રેસે AI વીડિયો કર્યાં હતા પોસ્ટ
બિહાર કોંગ્રેસ દ્વારા પોસ્ટ કરાયેલા એઆઈ વીડિયોએ ભારે રાજકીય વિવાદ ઉભો કર્યો હતો, જેમાં ભાજપે વિરોધ પક્ષ પર વડા પ્રધાનની સ્વર્ગસ્થ માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. બિહારની એક રેલીમાં ખુદ પીએમ મોદીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસ શું કહ્યું?
કોંગ્રેસે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે તેણે વીડિયોમાં ક્યાંય પણ હીરાબેન મોદીનો અનાદર કર્યો નથી.
ADVERTISEMENT
વધુ વાંચો : યુવાનો માટે ખાસ તક! પોલીસ ભરતી જાહેર થઈ, 7500 જગ્યાઓ ભરાશે, આજથી અરજી શરુ થઈ
પીએમ મોદીનો 75મો જન્મદિવસ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આજે દેશમાં ખૂબ ધામધૂમથી પીએમ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. તેમના દીર્ઘાયું માટે દેશભરમાં પ્રાર્થનાઓનું આયોજન કરાયું. કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી અને ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારો આ ખાસ પ્રસંગને ઉજવવા માટે સંયુક્ત રીતે અનેક મોટી યોજનાઓ શરુ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.