ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કર્મચારીઓના હિતમાં કેન્દ્રનો મોટો નિર્ણય, સામે આવી પેન્શન યોજના પર લેટેસ્ટ અપડેટ

તમારા કામનું / કર્મચારીઓના હિતમાં કેન્દ્રનો મોટો નિર્ણય, સામે આવી પેન્શન યોજના પર લેટેસ્ટ અપડેટ

Published By: Nidhi Panchal

Last Updated: 12:29 PM, 20 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 2004માં કરુણાના ધોરણે નોકરીમાં જોડાયેલા કેટલાક કર્મચારીઓને હવે જૂની પેન્શન યોજના (OPS) નો લાભ મળશે

ADVERTISEMENT

8મા પગાર પંચની રચના અને વિવિધ ભથ્થાં અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે જેનાથી તેમને રાહત મળશે . કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) ની ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્ષ 2004માં કરુણાના ધોરણે સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના એટલે કે OPSનો લાભ આપવાની ઓફિશયલ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી લાંબા સમયથી ન્યાયની રાહ જોતા અનેક આશ્રિત પરિવારોને મોટી આર્થિક સુરક્ષા મળશે.

pagar panch

ચોક્કસ કેટેગરીના કર્મચારીઓને મળશે લાભ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ લાભ માત્ર ચોક્કસ કેટેગરીના કર્મચારીઓને મળશે. જે સરકારી કર્મચારીઓનું અવસાન વર્ષ 2003 દરમિયાન થયું હતું અને તેમના પરિવારને તે જ વર્ષમાં કરુણાના ધોરણે નોકરી માટે અરજી કરી હતી, પરંતુ વહીવટી વિલંબને કારણે જેમને 1 જાન્યુઆરી 2004 પછી નિમણૂક પત્ર મળ્યો હતો, તેઓ હવે OPS માટે લાયક ગણાશે. અત્યાર સુધી આવા કર્મચારીઓ NPS હેઠળ આવતાં હોવાથી જૂની પેન્શન યોજનાના લાભથી વંચિત રહ્યા હતા. હવે સરકારે આ વહીવટી વિલંબને ધ્યાનમાં રાખીને તેમને ન્યાય આપવાનો નિર્ણય લીધો છે.

અરજીકર્તાએ નિયમો પૂર્ણ કરેલા હોવા ફરજિયાત

આ યોજના માટે અરજીકર્તાએ જરૂરી વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમો પૂર્ણ કરેલા હોવા ફરજિયાત રહેશે. બેઠક દરમિયાન પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના સચિવે આ નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. સાથે જ વિભાગે ખાતરી આપી છે કે તમામ ટેકનિકલ વિસંગતતાઓ દૂર કરીને આગામી એક અઠવાડિયામાં સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવશે. આ નિર્ણયથી કર્મચારી સંગઠનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

pagar-punch01.jpg

સરકારના વહીવટી વિલંબ માટે આશ્રિત પરિવારોને સજા

કર્મચારી સંગઠનો લાંબા સમયથી દલીલ કરી રહ્યા હતા કે જો કર્મચારીનું અવસાન અને નોકરી માટેની અરજી બંને વર્ષ 2003માં થઈ ગઈ હોય તો સરકારના વહીવટી વિલંબ માટે આશ્રિત પરિવારોને સજા ન મળવી જોઈએ. કારણ કે દેશમાં 1 જાન્યુઆરી 2004થી NPS ફરજિયાત બનાવવામાં આવી હતી અને તે પહેલાંની પરિસ્થિતિ ધરાવતા પરિવારો OPSના હકદાર હોવા જોઈએ. સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય હવે એ પરિવારો માટે મોટો આર્થિક આધાર સાબિત થશે.

આ પણ વાંચો : ગેસ કનેક્શન લેવાના નિયમો બદલાયા, હવે ખાલી આ એક ડોક્યુમેન્ટ મળશે કનેક્શન

આ બેઠક દરમિયાન એક અન્ય મહત્વપૂર્ણ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. કર્મચારી સંગઠનોએ આશ્રિત વિધવા પુત્રવધૂઓને પણ કુટુંબ પેન્શનનો લાભ આપવા માટે પરિવારની કાનૂની વ્યાખ્યામાં ફેરફાર કરવાની માંગ કરી હતી. કેબિનેટ સચિવે આ મુદ્દાને ગંભીરતાથી લઈને પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગને કાયદા મંત્રાલય સાથે ચર્ચા કરીને તાત્કાલિક સમીક્ષા કરવા સૂચના આપી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કર્મચારીઓ માટે મોટી રાહત અને માનવીય અભિગમ તરીકે જોવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OPS Scheme Government Employees 8th Pay Commission

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ