બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આનો જીવ કેમ ચાલ્યો? પ્રેમિકાએ હાલરડું ગવડાવીને 3 વર્ષની પુત્રીને કાયમી માટે સુવડાવી, તળાવમાં ઘા કર્યો

અજમેર / આનો જીવ કેમ ચાલ્યો? પ્રેમિકાએ હાલરડું ગવડાવીને 3 વર્ષની પુત્રીને કાયમી માટે સુવડાવી, તળાવમાં ઘા કર્યો

Published By: Hiralal Parmar

Last Updated: 02:06 PM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કળિયુગની કપાતર માએ એક મોટો કાંડ કરી નાખ્યો, તેણે તેના લવરના કહેવાથી તેની પહેલા પતિની 3 વર્ષની બાળકીને સરોવરમાં ફેંકીને હત્યા કરી નાખી હતી.

કળિયુગની કપાતર માએ એક મોટો કાંડ કરી નાખ્યો, તેણે તેના લવરના કહેવાથી તેની પહેલા પતિની 3 વર્ષની બાળકીને સરોવરમાં ફેંકીને હત્યા કરી નાખી હતી. એક મહિલાએ તેની ત્રણ વર્ષની બાળકીને લોરી ગાઈને સૂવડાવી. પછી તે તેને તળાવ પાસે ફરવા લઈ ગઈ અને પછી તેને તેમાં ફેંકી દીધી હતી અને પછી એવું નાટક કર્યું કે તેની બાળકી ગુમ થઈ ગઈ છે.

લિવ ઈન પાર્ટનર મેણા મારતો હતો

રાજસ્થાનના અજમેરમાં રહેતી આ મહિલા, તેના પહેલા લગ્નથી પુત્રી હોવાના કારણે તેના લિવ-ઇન પાર્ટનર તરફથી ટોણા મારવાથી કંટાળી ગઈ હતી. મંગળવારે, મોડી રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન, હેડ કોન્સ્ટેબલ ગોવિંદ શર્મા વૈશાલી નગરથી અજમેરના બજરંગ ગઢ તરફ જતા રસ્તા પર ચાલતી એક મહિલા અને એક પુરુષને મળ્યા. પૂછપરછ કરતાં, મહિલા, જેણે પોતાને અંજલી તરીકે ઓળખાવી, તેણે કહ્યું કે તે રાત્રે તેની પુત્રી સાથે ઘરેથી નીકળી હતી, પરંતુ બાળકી રસ્તામાં અચાનક ગાયબ થઈ ગઈ. તેઓએ આખી રાત તેની શોધ કરી, પરંતુ હજુ સુધી હાથ લાગી નથી.

શંકાને આધારે પૂછપરછમાં સાચું બોલી ગઈ

પોલીસે સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી અને અંજલિ, જેને પ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેની પુત્રીને તેના હાથમાં લઈને શહેરના અના સાગર તળાવમાં ફરતી જોવા મળી. થોડા કલાકો પછી, લગભગ 1:30 વાગ્યે, મહિલા એકલી જોવા મળી, જે તેના મોબાઇલ ફોન પર વ્યસ્ત હતી પરંતુ તેની વાત શંકાસ્પદ લાગી અને પૂછપરછમાં તેણે બધું સાચું કહી દીધું હતું. બીજા દિવસે સવારે, બુધવારે, પોલીસને બાળકીનો મૃતદેહ તળાવમાંથી મળ્યો. પૂછપરછ કરતાં, અંજલી ભાંગી પડી અને તેણે કબૂલાત કરી કે તેણે તેની પુત્રીનેતળાવમાં ફેંકી દીધી છે.

વધુ વાંચો : બાપ રે! સોલર સિસ્ટમની બહાર એક-બે નહીં પૂરા 6000 એલિયન ગ્રહો મળ્યાં, શોધનારનું નામ ચોંકાવનારુ

મહિલાએ પ્રેમીએ પણ ગુનામાં આપ્યો સાથ

તપાસમાં જાણવા મળ્યું કે મહિલાએ એકલા હાથે આ ગુનો કર્યો હતો. તેના લિવ-ઇન પાર્ટનર, અલ્કેશને રાત્રે 2 વાગ્યે બાળક ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. અંજલિએ આરોપ લગાવ્યો હતો કે અલ્કેશ તેના પહેલા લગ્નથી બાળક હોવા અંગે તેને ટોણો મારતો હતો. તણાવમાં આવીને તેણે આ ગંભીર પગલું ભર્યું. 28 વર્ષીય અંજલિ ઉત્તર પ્રદેશના વારાણસીની રહેવાસી છે. પતિથી અલગ થયા પછી, તે અજમેર ગઈ અને તેના પ્રેમી સાથે રહેવા લાગી. અંજલિ અજમેરની એક હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે, જ્યાં અલ્કેશ પણ કામ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

national news rajasthan

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ