ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / બેંગકોકથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બબાલ, મુસાફરો સાથે ગેરવર્તણૂક

નેશનલ / બેંગકોકથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બબાલ, મુસાફરો સાથે ગેરવર્તણૂક

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:21 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

National News: મુસાફર તેના 22 વર્ષના પિતરાઇ ભાઇ સાથે મુસાફરી કરી રહ્યો હતો. તેણે ફ્લાઇટમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો

ADVERTISEMENT

National News: મુસાફર તેના 22 વર્ષના પિતરાઇ ભાઇ સાથે મુસાફરી કરી રહ્યો હતો. તેણે ફ્લાઇટમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેની બાજુમાં બેઠેલા એક ફ્રેન્ચ મુસાફરે પણ સ્ટાફના વર્તનને અપમાનજનક ગણાવ્યું હતું.

બેંગકોકથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ખાવાને લઇ વિવાદે મુસાફરોના અધિકારો પર પ્રશ્નો ઉભા કર્યા છે. વાયરલ થયેલા વીડિયો અનુસાર મુસાફર અભિષેક ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે કેબિન ક્રૂએ તેની સાથે અને અન્ય એક વિદેશી મુસાફર સાથે પૂર્વ-બુક કરાયેલ નોન-વેજ ભોજનની વિનંતી કરી ત્યારે તેમણે દુર્વ્યવહાર કર્યો હતો. ફરિયાદ કર્યા પછી તેમને પાઇલટ દ્વારા ચેતવણી પત્ર જારી કરવામાં આવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો

19 જાન્યુઆરીએ મુસાફર તેના 22 વર્ષના પિતરાઇ ભાઇ સાથે મુસાફરી કરી રહ્યો હતો. તેણે ફ્લાઇટમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેની બાજુમાં બેઠેલા એક ફ્રેન્ચ મુસાફરે પણ સ્ટાફના વર્તનને અનાદરકારક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તેમણે માંસાહારી ભોજનની વિનંતી કરી, ત્યારે તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું અને ટિકિટ બતાવવાનું કહેવામાં આવ્યું. તેમણે કહ્યું કે તેમની સાથે માણસ નહીં પણ "કૂતરા" જેવું વર્તન કરવામાં આવ્યું.

મુસાફરના જણાવ્યા મુજબ ટિકિટ બુક કરાવતી વખતે તેમણે પોતાના માટે શાકાહારી ભોજન અને પોતાના પિતરાઈ ભાઈ માટે માંસાહારી ભોજન પહેલાથી જ પસંદ કર્યું હતું. આમ છતાં તેમના પિતરાઈ ભાઈને ભોજન પીરસવામાં આવ્યું ન હતું. જ્યારે તેમણે ઇમેઇલ દ્વારા બુકિંગની વિગતો આપી, ત્યારે પણ સ્ટાફે તેમના પર ખાવાનું પાછું આપવાનો આરોપ લગાવ્યો.

vtv app promotion

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે આ દિવસે બોલાવી સર્વપક્ષીય બેઠક, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ

પાયલટે મુસાફરને ચેતવણી પત્ર જારી કર્યો

તેમણે કહ્યું કે જ્યારે તેમણે ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું, ત્યારે કેબિન ક્રૂએ વાત કરવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી તેમને પાયલટ તરફથી ચેતવણી પત્ર આપવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે તેમનું વર્તન ફ્લાઇટમાં વાતાવરણને ખલેલ પહોંચાડી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમના પિતરાઈ ભાઈને આખી મુસાફરી દરમિયાન ભોજન પીરસવામાં આવ્યું ન હતું અને બંને મુસાફરો સાથે આદરપૂર્ણ વર્તન કરવામાં આવ્યું ન હતું. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે તે વાયરલ વીડિયો અને લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે, અને તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Viral Video Air India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ