ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં નહીં રખાય, પરંતુ....', વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ચુકાદો

BIG BREAKING / 'રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં નહીં રખાય, પરંતુ....', વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ચુકાદો

Published By: Vidhata Gothi

Last Updated: 11:21 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court Verdict on Stray Dogs: જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા રખડતા શ્વાન અંગે એક નિર્ણય આપવામાં આવ્યો. આ સાથે, કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પણ આપી છે.

ADVERTISEMENT

Supreme Court Verdict on Stray Dogs: હાલમાં રખડતા કૂતરાંઓને પકડવા અંગેનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન અંગે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં 11 ઓગસ્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે, જેમાં રખડતા શ્વાનોને પકડીને શેલ્ટર હોમમાં રાખવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આની સાથે જ કોર્ટે બીમાર અને આક્રમક શ્વાનોને શેલ્ટર હોમમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું છે કે રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં નહીં રાખવામાં આવે. જે કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે તેમને પણ તાત્કાલિક છોડી દેવામાં આવશે. નસબંધી અને રસીકરણ કર્યા પછી આ કૂતરાઓને છોડી મૂકવામાં આવશે. શેલ્ટર હોમમાં ફક્ત બીમાર અને આક્રમક કૂતરાઓને જ રાખવામાં આવશે.

જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો. આ સાથે, કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પણ જારી કરી છે. કોર્ટે કહ્યું છે કે રખડતા કૂતરાઓને ખવડાવવા માટે દરેક કોમ્યુનલ બ્લોકમાં અલગ જગ્યાઓ ખોલવામાં આવશે. કૂતરાઓને ફક્ત નિયુક્ત સ્થળોએ જ ખવડાવવામાં આવશે. રખડતા કૂતરાઓને જાહેર સ્થળોએ ખવડાવવામાં આવશે નહીં. જો આમ નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે.

Vtv App Promotion 1

કોર્ટે કહ્યું કે કુતરાઓને જ્યાંથી પકડવામાં આવ્યા છે, એમને એ જ જગ્યાએ રિલોકેટ કરવામાં આવશે. દરેક વોર્ડમાં કુતરાઓને ખવડાવવા માટે ફીડિંગ ઝોન બનાવવામાં આવશે. સાર્વજનિક જગ્યાઓ પર કુતરાઓને ખાવાનું ખવડાવવાની મનાઈ છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ જગ્યાએ કુતરાઓને ખાવાનું ખવડાવવાથી સમસ્યાઓ થાય છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ફરિયાદ નોંધવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: સંસદમાં બિલ પસાર થતાં જ અસર શરુ, બે પ્રખ્યાત ઓનલાઈન મની ગેમ થઈ બંધ

કોર્ટે કહ્યું કે કુતરાઓને નક્કી કરેલી જગ્યાઓ જ ખાવાનું ખવડાવવા માટે ફીડિંગ ઝોન્સ બનાવવામાં આવશે, જેના માટે એનજીઓને 25000 રૂપિયા આપવામાં આવશે. કોર્ટે આપેલા આદેશોના પાલનમાં કોઈ પણ વ્યક્તિ કે સંગઠન અવરોધ ઉભી નહીં કરે. આની સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે પશુ પ્રેમીઓ રખડતા કુતરાઓને એડોપ્ટ કરવા માટે એપ્લિકેશન કરી શકે છે. આ જવાબદારી એમની હશે કે એકવાર એડોપ્ટ કરેલા કુતરાઓને ફરીથી રસ્તાઓ પર છોડવામાં ન આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Verdict Stray Dogs

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ