ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Technology / સુરતના સમાચાર / 320 કિમીની સ્પીડ, 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, જાણો ક્યારથી દોડશે ભારતની પહેલી બુલેટ ટ્રેન

નેશનલ / 320 કિમીની સ્પીડ, 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, જાણો ક્યારથી દોડશે ભારતની પહેલી બુલેટ ટ્રેન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:54 PM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai-Ahmedabad Bullet Train Update : ભારતમાં પહેલી બુલેટ ટ્રેન પાટા પર ક્યારે દોડશે તેની દેશવાસીઓ આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે.

ADVERTISEMENT

Mumbai-Ahmedabad Bullet Train Update : ભારતમાં પહેલી બુલેટ ટ્રેન પાટા પર ક્યારે દોડશે તેની દેશવાસીઓ આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે રેલવે મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદથી મુંબઇ માત્ર બે કલાકમાં મુસાફરો પહોચી શકશે.

Mumbai-Ahmedabad Bullet Train Update : રેલવે મંત્રીએ નિર્માણાધીન સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ટ્રેક નાખવાના કામ અને પ્રથમ ટર્નઆઉટ ઇન્સ્ટોલેશનનું નિરીક્ષણ કર્યું તેમજ ભારતમાં પહેલી બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની માહિતી આપી છે. રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે એકવાર આ શરૂ થયા પછી બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર બે કલાક અને સાત મિનિટમાં પૂર્ણ કરશે.

ભારતમાં પહેલી બુલેટ ટ્રેન ક્યારે દોડશે?

ન્યૂઝ એજન્સી સાથે કરતા રેલવે મંત્રીએ કહ્યું, "સુરત અને બિલીમોરા વચ્ચેનો પ્રોજેક્ટનો પહેલો 50 કિલોમીટરનો ભાગ 2027 સુધીમાં ખુલ્લો થઈ જશે. 2028 સુધીમાં સમગ્ર થાણે-અમદાવાદ ખંડ કાર્યરત થઈ જશે, અને 2029 સુધીમાં સમગ્ર મુંબઈ-અમદાવાદ ખંડ ખુલ્લો થઈ જશે."

vtv app add

આ પણ વાંચોઃ વિશ્વ / લો બોલો, UNમાં તો પાકિસ્તાન કરગરવા લાગ્યું, ભારત સાથે વાતચીત કરવા તૈયાર

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

508 કિલોમીટરના મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં 12 સ્ટેશન હશે, જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, આણંદ, ભરૂચ, વડોદરા, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂપિયા 1,08,000 કરોડ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bullet train project National News Bullet Train

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ