ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / લો બોલો, UNમાં તો પાકિસ્તાન કરગરવા લાગ્યું, ભારત સાથે વાતચીત કરવા તૈયાર

વિશ્વ / લો બોલો, UNમાં તો પાકિસ્તાન કરગરવા લાગ્યું, ભારત સાથે વાતચીત કરવા તૈયાર

Published By: Priykant Shrimali

Last Updated: 08:18 AM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan PM Shehbaz Sharif : શાહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે તમામ બાકી મુદ્દાઓ પર વ્યાપક અને પરિણામલક્ષી વાતચીત માટે તૈયાર છે પણ... જાણો કેમ શરીફે કહ્યું, આ મારી સૌથી નિષ્ઠાવાન અને ગંભીર અપીલ

ADVERTISEMENT

Pakistan PM Shehbaz Sharif : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રની સામાન્ય ચર્ચામાં ભારત સાથે સંવાદ શરૂ કરવા માટે ભારપૂર્વકની અપીલ કરી. વિગતો મુજબ શાહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે તમામ બાકી મુદ્દાઓ પર વ્યાપક અને પરિણામલક્ષી વાતચીત માટે તૈયાર છે. જોકે તેમણે પાકિસ્તાનની સિદ્ધાંતોવાળી નીતિ પુનરાવર્તિત કરતાં એ પણ સ્પષ્ટ કર્યું કે, કાશ્મીર મુદ્દો હજુ પણ પાકિસ્તાન માટે સૌથી મહત્વનો મુદ્દો છે.

શરીફે કહ્યું કે, આ મારી સૌથી નિષ્ઠાવાન અને ગંભીર અપીલ છે. પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ સંવાદ માટે તૈયાર છે. આપણે 2003માં જે વ્યાપક સંવાદ શરૂ કર્યો હતો, તે પુનઃ શરુ થવો જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો કે, જનરલ પરવેઝ મુશર્રફના સમયમાં શરૂ થયેલી આ પ્રક્રિયામાં કુલ આઠ મુદ્દાઓ પર ચર્ચા થતી હતી. પણ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના પગલે આ પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને ત્યાર પછી થી હજુ સુધી પુનઃ શરૂ થઈ નથી. પાકિસ્તાની વડાપ્રધાને કાશ્મીર મુદ્દો ઉઠાવતા કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરીઓના અધિકારો માટે તેમનાં સાથે ઊભું છે. તેમણે ઉમેર્યું કે, કાશ્મીરીઓને સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ જનમત સંગ્રહ દ્વારા આત્મનિર્ણયનો અધિકાર મળવો જોઈએ.

આ પણ વાંચો : નાઈજીરીયાના ઝામફારામાં સોનાની ખાણ ધસી પડી, 100થી વધુ કામદારોના મોત

સિંધુ જળ સંધિ પર પણ તીવ્ર વાંધો

શરીફે તેમના સંબોધનમાં ભારત દ્વારા સિંધુ જળ સંધિ પર લેવાયેલ પગલાંઓ અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાના પરિણામે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું જે પગલું ભર્યું તે અનૌપચારિક યુદ્ધ સમાન છે. શાહબાઝ શરીફે જણાવ્યું કે, સિંધુ જળ સંધિ જેવી ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સંધિનો ભંગ શાંતિ માટે ખતરનાક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indus Water Treaty Shahbaz Sharif Pakistan

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ