ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / નાઈજીરીયાના ઝામફારામાં સોનાની ખાણ ધસી પડી, 100થી વધુ કામદારોના મોત

દુર્ઘટના / નાઈજીરીયાના ઝામફારામાં સોનાની ખાણ ધસી પડી, 100થી વધુ કામદારોના મોત

Last Updated: 12:11 AM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેરકાયદેસર સોનાની ખાણ ધસી પડવાથી ઓછામાં ઓછા 100 કામદારોના મોતની આશંકા છે. અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા છે

ADVERTISEMENT

નાઇજીરીયાના ઝામફારા રાજ્યમાં ગેરકાયદેસર સોનાની ખાણ ધસી પડવાથી ઓછામાં ઓછા 100 કામદારોના મોતની આશંકા છે. સ્થાનિક રહેવાસી સનુસી અવવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા છે, બચી ગયેલા કામદારોમાં કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ઝામફારા માઇનર્સ યુનિયનના પ્રતિનિધિ મુહમ્મદુ ઇસાએ જણાવ્યું હતું કે બચાવ કાર્ય દરમિયાન કાર્યકરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ગૂંગળામણ જેવી તકલીફો આવી હતી. આ વિસ્તાર ખાણકામ માટે જાણીતો છે, પરંતુ અહીં ગેરકાયદેસર ખાણકામ વધુ પ્રમાણમાં છે, જ્યાં ઘણીવાર સશસ્ત્ર ગેંગો ખાણો પર કબજો રાખે છે. તેના કારણે આવી દુર્ઘટનાઓ અને હિંસાનો ભય વધતો જાય છે.

હજુ સુધી રાજ્ય પોલીસે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. ઝામફારામાં ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, જેમાં ઘણીવાર બચાવ કામગીરી ખૂબ મુશ્કેલ બની રહે છે.

હજુ ગયા અઠવાડિયે નાઇજીરિયાના તિલાબેરી વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓએ સુરક્ષા દળ પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં 14 નાઇજીરિયન સૈનિકો માર્યા ગયા હતા. દેશના સંરક્ષણ પ્રધાન સલીફુ મોદીએ આ અંગે શનિવારે રાજ્ય ટેલિવિઝન RTN પર નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચોઃ શાહબાઝ શરીફે UNમાં ઓપરેશન સિંદૂર પર રોદણા રોયા, ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યા 'શાંતિ દૂત'

તેમણે જણાવ્યું કે તિલાબેરી વિસ્તાર હિંસા અને બળવા માટે કુખ્યાત છે. મોટરસાયકલ પર સશસ્ત્ર લોકો લૂંટ ચલાવી રહ્યા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ આ લૂંટ એક જાળ હતી જે સૈનિકોને ફસાવવા માટે રચાયો હતી.આ હુમલો કયા આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવ્યો છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ નાઇજીરિયામાં ઘણા આતંકવાદી સંગઠનો સક્રિય છે, જેમાં કેટલાક ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે અને તે સતત નાગરિકો તથા સૈન્ય પર હુમલાઓ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zamfara 100 Miners Dead Gold Mine Collapse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ