ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બીજા લગ્ન પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બીલ પાસ, શું બોલ્યાં મુખ્યમંત્રી?

નેશનલ / બીજા લગ્ન પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બીલ પાસ, શું બોલ્યાં મુખ્યમંત્રી?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:17 PM, 27 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prohibits Polygamy: આસામ વિધાનસભાએ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતુ બિલ પસાર કર્યુ છે. જે કોઈ પોતાના હાલના લગ્ન છુપાવીને બીજા લગ્ન કરે છે તેને 10 વર્ષની સજા થશે.

ADVERTISEMENT

Assam Prohibits Polygamy: આસામ વિધાનસભાએ ગુરુવારે (27 નવેમ્બર, 2025) બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવા માટે એક બિલ પસાર કર્યું. આ કાયદા હેઠળ આવા ગુના કરવા બદલ કેટલાક અપવાદો સિવાય મહત્તમ 10 વર્ષની જેલની સજા થશે, પીડિતાને 1.40 લાખનું વળતર આપવાની પણ જોગવાઈ છે.

આ બિલ અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણી અને છઠ્ઠી અનુસૂચિ હેઠળના વિસ્તારોના લોકોને કાયદાના દાયરામાં બાકાત રાખે છે. આસામ બહુપત્નીત્વ પર પ્રતિબંધ બિલ, 2025 પસાર કરતી વખતે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે કાનૂન ધર્મથી પર છે અને ઇસ્લામ વિરુદ્ધ નથી, જેમ કે એક વર્ગ આમ માને છે.

Himanta-bishwa-sharam

કાયદા અનુસાર બહુપત્નીત્વ માટે દોષિત વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે. કોઈ વ્યક્તિ પોતાના હાલના લગ્ન છુપાવે છે અને બીજી વાર લગ્ન કરે છે તો તેને 10 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.

'હિન્દુઓ પણ બહુપત્નીત્વથી મુક્ત નહી'

તેમણે કહ્યું, "હિન્દુઓ પણ બહુપત્નીત્વથી મુક્ત નથી. આ આપણી જવાબદારી પણ છે. આ બિલ હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય તમામ સમુદાયોના લોકોને આવરી લેશે." મુખ્યમંત્રીએ તમામ વિપક્ષી સભ્યોને વિનંતી કરી કે તેઓ તેમના સુધારા પાછા ખેંચે જેથી ગૃહમાં સંદેશ પહોંચે કે મહિલાઓને સશક્તિકરણ કરતું બિલ સર્વાનુમતે પસાર થઈ ગયું છે.

MARRIAGE

ફરી સીએમ બન્યો તો અસમમાં લાગુ થસે સીસીસી

હિમંત બિસ્વા શર્માની વિનંતી છતાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) (CPI-M) એ તેમના સુધારા સૂચનો રજૂ કર્યા, જેને ધ્વનિમત દ્વારા નકારી કાઢવામાં આવ્યા. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિશે બોલતા મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કહ્યું કે જો તેઓ આવતા વર્ષે આસામ વિધાનસભાની ચૂંટણી પછી ફરીથી મુખ્યમંત્રી બનશે તો તે આસામમાં લાગુ કરવામાં આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ દેવામાં ડૂબેલા વેપારીએ રચ્યું ઘોર ષડયંત્ર, લાશની જગ્યાએ પૂતળાના કર્યાં અગ્નિસંસ્કાર, પછી શું બન્યું

તેમણે કહ્યું, "હું ગૃહને ખાતરી આપું છું કે હું મુખ્યમંત્રી તરીકે ફરી આવીશ તો નવી સરકારના પહેલા સત્રમાં UCC બિલ રજૂ કરવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે." તેમણે કહ્યું કે બહુપત્નીત્વ પર પ્રતિબંધએ યુસીસી લાગુ કરવા તરફનું એક પગલું છે.

મુખ્યમંત્રીએ કહ્યું, "ફેબ્રુઆરીના અંત સુધીમાં સત્ર દરમિયાન કપટથી કરાતા લગ્નો સામે એક બિલ રજૂ કરવામાં આવશે, તેથી અમે લવ જેહાદ વિશે જે કહ્યું હતું તે પૂર્ણ કરીશું." તેમણે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે સરકાર લવ જેહાદ પર પ્રતિબંધ મૂકશે અને તેની વિરુદ્ધ બિલ રજૂ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Assam Marriage Himanta Biswa Sarma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ