ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દેવામાં ડૂબેલા વેપારીએ રચ્યું ઘોર ષડયંત્ર, લાશની જગ્યાએ પૂતળાના કર્યાં અગ્નિસંસ્કાર, પછી શું બન્યું

ઉત્તર પ્રદેશ / દેવામાં ડૂબેલા વેપારીએ રચ્યું ઘોર ષડયંત્ર, લાશની જગ્યાએ પૂતળાના કર્યાં અગ્નિસંસ્કાર, પછી શું બન્યું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:35 PM, 27 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Up Latest News: પચાસ લાખના દેવામાં ડૂબેલા દિલ્હીના એક કપડાના વેપારીએ તેના ભાગીદાર સાથે મળીને કાવતરું ઘડ્યું હતું

ADVERTISEMENT

Up Latest News: પચાસ લાખના દેવામાં ડૂબેલા દિલ્હીના એક કપડાના વેપારીએ તેના ભાગીદાર સાથે મળીને કાવતરું ઘડ્યું હતું, ત્યારે બ્રજઘાટ ગંગાનગરી સ્મશાનભૂમિમાં મૃતદેહની જગ્યાએ એક બનાવટી જેવું પૂતળું મળી આવતા હડકંપ મચ્યો છે.

દિલ્હીના એક કાપડ વેપારી પચાસ લાખના દેવામા ડુબતા ભાગીદાર સાથે મળીને કાવતરું ઘડ્યું હતું, તેણે બ્રજઘાટ ગંગાનગરી સ્મશાનભૂમિમાં મૃતદેહની જગ્યાએ એક બનાવટી જેવું પૂતળું મુક્યુ. જેની માહિતી મળતાં પોલીસ પહોંચી અને કડક પૂછપરછ કર્યા પછી થોડા સમયમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો અને બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.

ગુરુવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બ્રજઘાટ ગંગાનગરી સ્મશાનભૂમિમાં હંગામો મચી ગયો હતો, જ્યારે અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવેલા 30 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ ના હોઇ અને ચિતા પર માત્ર નકલી ડેડબોડી એટલે કે પુતળુ મુકવામાં આવ્યુ હતું.

થોડીવારમાં ઘટનાસ્થળે હજારો લોકો ભેગા થઈ ગયા હતા. આ અંગે માહિતી મળતાં પોલીસ ટીમ સ્મશાનભૂમિ પર પહોંચ્યા. કોઈ પણ વિલંબ કર્યા વિના, પોલીસ ટીમે દિલ્હીથી આવેલા બે જણાને અટકાયતમાં લીધા, જેઓ મૃતદેહની આડમાં ડમીના અગ્નિસંસ્કારનું કાવતરું અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

vtv app promotion

પોલીસે ડમી પુતલાને સીલ કર્યુ

પ્રારંભિક પૂછપરછ દરમિયાન બંને યુવાનોએ દિલ્હીની એક હોસ્પિટલમાં મૃતદેહના વેશમાં સીલબંધ ડમી પહોંચાડવાનો દાવો કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો. જોકે, જ્યારે પોલીસે કડક વલણ અપનાવ્યું, ત્યારે તેઓ હતાશ થઈ ગયા અને કહાની બનાવવા લાગ્યા. વિરોધાભાસી નિવેદનોનો સામનો કરીને પોલીસે બંને યુવાનોને કસ્ટડીમાં લીધા.

આ પણ વાંચોઃ ભારતમાં એપલ પર 3.20 લાખ કરોડની પેનલ્ટીનો ખતરો, આખી કહાની ચોંકાવી દેશે

મિત્ર સાથે મળીને કાવતરું રચાયું હતું

સ્થાનિક પોલીસનું કહેવુ છે કમલ સોમાનીએ જણાવ્યુ કે તે કપડાની દુકાન ધરાવતો હતો અને તેના પર 50 લાખનું દેવું છે. દેવું ચૂકવવા માટે તેણે કથિત રીતે સાજીસ રચીને દુકાનમાં પહેલા કામ કરતા નીરજથી બહાનુ બનાવી તેના ભાઇ અંશુલનું આધાર અને પાન કાર્ડ મેળવ્યું હતું, જેનો દુરઉપયોગ કરી એક વર્ષ પહેલા એક ઇશ્યોરેસ કરાવ્યો હતો. અને નિયમિત હપ્તા ચૂકવતો હતો. દેવું ચૂકવવાના કાવતરાના ભાગરૂપે તેણે અને તેના મિત્રએ અંશુલનું પૂતળું બનાવી તેમની કારમાં મૂક્યું હતું અને બ્રજઘાટ સ્મશાનગૃહમાં તેનો અગ્નિસંસ્કાર કરવા આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન કમલ સોમાનીએ જણાવ્યું હતું કે જો તે ડમી બનાવેલુ પુતળાના અગ્નિસંસ્કાર કરવામાં સફળ થયો હોત તો તેણે સ્મશાનના અંતિમક્રિયાના પ્રમાણપત્રના આધારે વીમા ક્લેમ કરીને તેનું દેવું ચુક્તે કરી દેવાનો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hapur News Uttar Pradesh Crime News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ