બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જાપાન અને ચીનના પ્રવાસે જશે વડાપ્રધાન મોદી, સામે આવી ગઈ તારીખો

વિદેશ પ્રવાસ / જાપાન અને ચીનના પ્રવાસે જશે વડાપ્રધાન મોદી, સામે આવી ગઈ તારીખો

Published By: Vidhata Gothi

Last Updated: 07:35 AM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ચીનના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત કરી છે. પીએમ મોદી ત્યાં ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ પીએમ મોદીની વિદેશયાત્રાનું શેડ્યુલ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે જાપાન અને ચીનની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત કરી. વડાપ્રધાન મોદી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં જાપાનના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ભારત અને જાપાન વચ્ચે રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પછી, તેઓ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનના તિયાનજિન શહેરમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ની બેઠકમાં ભાગ લેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને ચીનના સંબંધો સુધરતા દેખાઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી ચીનની મુલાકાતે પણ જવાના છે. નોંધનીય છે કે વર્ષ 2020 માં ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પછી પીએમ મોદી પહેલી વાર ચીનની મુલાકાતે જવાના છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પીએમ મોદીની જાપાન અને ચીનની મુલાકાતની તારીખો જાહેર કરવામાં આવી છે. પીએમ મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી જાપાન અને ચીન પ્રવાસે જશે.

vtv app promotion

પીએમ મોદીની જાપાન યાત્રાનું શેડ્યુલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટે જાપાનની બે દિવસીય મુલાકાત માટે રવાના થશે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે પીએમ મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે અને અહીં 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. પીએમ તરીકે વડાપ્રધાન મોદીની જાપાનની આ 8મી મુલાકાત હશે. પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા બંને દેશો વચ્ચેની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે. આ સાથે, બંને નેતાઓ સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, ટેકનોલોજી અને નવીનતા અને પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ જેવા ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા ખાસ મૈત્રીપૂર્ણ સંબંધોની પુષ્ટિ કરશે.

આ પણ વાંચો: જગદીપ ધનખડ રાજીનામા પછી ક્યા છે? શું કરે છે? વિપક્ષના સવાલોના મળી ગયા જવાબ

બીજા તબક્કામાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

વિદેશયાત્રાના બીજા તબક્કામાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર, પીએમ મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SGO) સમિટમાં હાજરી આપશે. સમિટ દરમિયાન, વડાપ્રધાન સમિટમાં હાજરી આપતા ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી અપેક્ષા છે. જણાવી દઈએ કે, ભારત 2017 થી SCOનું સભ્ય છે. ભારત 2022-23 દરમિયાન SCOના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની અધ્યક્ષતા કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

China Japan Prime Minister Narendra Modi

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ