બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:35 AM, 23 August 2025
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ વિરોધ પક્ષે ભાજપ સરકાર પર આક્રમક વલણ ધારણ કર્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક આગેવાનો સતત પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે રાજીનામા પછી ધનખડ ક્યાં ગુમ થઈ ગયા? આ વચ્ચે એક રિપોર્ટમાં દાવો થયો છે કે જગદીપ ધનખડ હાલ પોતાના શુભચિંતકો અને સ્ટાફ સાથે ટેબલ ટેનિસ રમતા તેમજ યોગ કરતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે 9 ઑગસ્ટે એક વીડિયો જાહેર કરીને ગૃહપ્રધાન અમિત શાહને સવાલ કર્યો હતો કે ધનખડ રાજીનામા બાદ ક્યાં છે? તેમણે કહ્યું, 22 જુલાઈએ આપણા ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું અને આજે 9 ઑગસ્ટ છે, પણ ત્યારથી તેઓ ક્યાં છે તે દેશને ખબર નથી. સિબ્બલે વધુમાં દાવો કર્યો કે તેઓ પોતાના નિવાસસ્થાને પણ નથી. તેમણે તિરસ્કારભર્યા અંદાજમાં કહ્યું કે ગાયબ મહિલાઓ વિશે તો સાંભળ્યું છે, પણ ગાયબ ઉપરાષ્ટ્રપતિ વિશે પહેલીવાર સાંભળું છું.
ADVERTISEMENT
જગદીપ ધનખડે 21 જુલાઈએ સ્વાસ્થ્ય કારણો દર્શાવીને પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે કાર્યકાળ પૂરો થવા માટે હજુ બે વર્ષ બાકી હોવા છતાં પદ છોડી દીધું. ધનખડ પહેલાં માત્ર વી.વી. ગિરી અને આર. વેંકટરમનએ જ કાર્યકાળ પૂર્ણ થવા પહેલાં પદ છોડ્યું હતું.

ADVERTISEMENT
ચૂંટણી આયોગે જાહેરાત કરી છે કે 9 સપ્ટેમ્બરએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે અને એ જ દિવસે મતગણતરી થશે.
ADVERTISEMENT
વધુ વાંચો : રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ, જાણો ભારતમાં કેટલા કરોડનું માર્કેટ
ADVERTISEMENT
આ ચૂંટણીમાં એનડીએએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિરોધ પક્ષે પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ બી.સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.