બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ, જાણો ભારતમાં કેટલા કરોડનું માર્કેટ

અમલ શરૂ / રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ, જાણો ભારતમાં કેટલા કરોડનું માર્કેટ

Last Updated: 08:22 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિની મંજૂરી સાથે, તે હવે કાયદો બની ગયો છે અને તેની જોગવાઈઓ અમલમાં આવી ગઈ છે. આ કાયદાના અમલીકરણ પછી, ફેન્ટસી લીગ, પત્તાની રમતો, ઓનલાઈન લોટરી, પોકર, રમી અને સટ્ટાબાજી પર સંપૂર્ણપણે પ્રતિબંધ અમલમાં આવી ગયો છે

સંસદના તાજેતરના ચોમાસુ સત્ર દરમિયાન ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું હતું. સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર કરાયેલ ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલને હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ સાથે, ફેન્ટસી ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

રાષ્ટ્રપતિની મંજૂરી સાથે, તે હવે કાયદો બની ગયો છે અને તેની જોગવાઈઓ અમલમાં આવી ગઈ છે. આ કાયદાના અમલીકરણ પછી, ફેન્ટસી લીગ, પત્તાની રમતો, ઓનલાઈન લોટરી, પોકર, રમી અને સટ્ટાબાજી પર સંપૂર્ણપણે પ્રતિબંધ અમલમાં આવી ગયો છે. નોંધનીય છે કે ઓનલાઈન ગેમિંગના પ્રમોશન અને નિયમન બિલને 20 ઓગસ્ટના રોજ લોકસભા અને 21 ઓગસ્ટના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.

આ બિલ બંને ગૃહોમાં આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યું હતું . આ કાયદાના અમલથી દેશના ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ડ્રીમ ૧૧ અને માય ઈલેવન સર્કલ જેવી ફેન્ટસી ગેમિંગ એપ્સે તેમના પ્લેટફોર્મ પર રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ ૩.૮ બિલિયન ડોલરનો હોવાનો અંદાજ છે. નવા કાયદાને કારણે આ ઉદ્યોગનું ભવિષ્ય જોખમમાં છે.

નોંધનીય છે કે સંસદમાં આ બિલ રજૂ કરતી વખતે, આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ઓનલાઈન ગેમિંગના ત્રણ વિભાગો છે. તેમણે કહ્યું હતું કે સરકાર બે વિભાગોને પ્રોત્સાહન આપશે, રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આઇટી મંત્રીએ રિયલ મની ગેમિંગને સમાજ માટે એક મોટો પડકાર ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર બંગાળની જનતા માટે પૈસા મોકલે છે, પરંતુ જાય છે TMC પાસેઃ PM મોદી

તેમણે કહ્યું હતું કે જ્યારે સરકારે સમાજ અને મહેસૂલ વચ્ચે પસંદગી કરવાની હોય છે, ત્યારે સરકારે હંમેશા સમાજને પ્રાથમિકતા આપી છે અને આ બિલમાં પણ અમે સમાજને પસંદ કર્યો છે. અશ્વિની વૈષ્ણવે કર્ણાટકમાં આત્મહત્યાના આંકડાઓ સંબંધિત મીડિયા અહેવાલોને પણ ટાંકયા હતા.

Parul University

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Real Money Games Fantasy Sports Online Gaming Ban
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ