બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોંગ્રેસના નેતાના ઘરે પહોંચી પોલીસ, આસામના સીએમના પત્નીના પાસપોર્ટ વિવાદે રાજકારણ ગરમાયું

નેશનલ / કોંગ્રેસના નેતાના ઘરે પહોંચી પોલીસ, આસામના સીએમના પત્નીના પાસપોર્ટ વિવાદે રાજકારણ ગરમાયું

Priyankka Triveddi

Last Updated: 02:18 PM, 7 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના નેતા પવન ખેડાના દિલ્હી સ્થિત ઘરે આસામ પોલીસની એક ટીમ દિલ્હીની પોલીસ ટીમ સાથે પૂછપરછ માટે પહોંચી છે. આસામના સીએમ પર આરોપ લગાવ્યા પછી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

Congress Pawan Khera News: દિલ્હીમાં રાજકીય ગરમાવો વધ્યો છે. કારણ કે દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ બની છે. પવન ખેરાના નિવેદન બાદ આસામ પોલીસની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.

પવન ખેરાના નિવાસસ્થાને આસામ પોલીસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આસામ પોલીસની એક ટીમ પૂછપરછ માટે પહોંચી છે. જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. આ ટીમ સાથે દિલ્હી પોલીસના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જેના લીધે મામલો વધુ ગંભીર બન્યો છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી પવન ખેરાએ તાજેતરમાં યોજેલી એક પ્રેસ કોન્ફરન્સ બાદ કરવામાં આવી છે. જેમાં તેમણે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને તેમના પરિવારને લઈને ગંભીર આરોપો લગાવ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં રાજકીય ચર્ચાને જન્મ આપ્યો છે અને બંને પક્ષો વચ્ચે ટકરાવ વધતો જોવા મળી રહ્યો છે.

પ્રેસ કોન્ફરન્સમાં લગાવાયેલા આરોપો બન્યા વિવાદનું કારણ

ઉલ્લેખનીય છે કે ગત 5 એપ્રિલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવન ખેરાએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની રિંકી ભૂયાન શર્મા પર ત્રણ અલગ-અલગ પાસપોર્ટ હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોઈ વ્યક્તિ પાસે ત્રણ પાસપોર્ટ કેવી રીતે હોઈ શકે અને શું તે કાયદેસર છે? સાથે જ ખેરાએ મુખ્યમંત્રી પર રાજકીય અને વ્યક્તિગત સ્તરે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે ગૃહમંત્રી અમિત શાહને પણ આ મામલે જવાબદાર ઠેરવતા પૂછ્યું હતું કે શું આ મુદ્દાની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવશે? આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો હતો.

FIR બાદ પોલીસ કાર્યવાહી

પવન ખેરાના આરોપોને ખોટા ગણાવતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે આ આરોપો સંપૂર્ણપણે નિરાધાર છે અને તેઓ આ મામલે કાયદાકીય કાર્યવાહી કરશે. તેના અનુસંધાનમાં તેમની પત્ની રિંકી ભૂયાન શર્માએ પવન ખેરા વિરુદ્ધ FIR નોંધાવી હતી. FIR નોંધાયા બાદ બીજા જ દિવસે આસામ પોલીસ ખેરાના નિવાસસ્થાને પહોંચી હતી, જે દર્શાવે છે કે મામલો હવે કાનૂની દિશામાં આગળ વધી રહ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થવાની બાકી છે.

આ પણ વાંચો યુપીમાં શરમજનક ઘટના, સગી જનેતા એ જ પુત્ર વિરુદ્ધ નોંધાવ્યો બળાત્કારનો કેસ

પવન ખેરાના આરોપો અને તેના પગલે થયેલી પોલીસ કાર્યવાહીથી રાજકીય તણાવ વધ્યો છે. હવે આ મામલો કાનૂની અને રાજકીય બંને સ્તરે વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Assam Police action Pawan Khera case Himanta Biswa Sarma controversy
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ