બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / યુપીમાં શરમજનક ઘટના, સગી જનેતા એ જ પુત્ર વિરુદ્ધ નોંધાવ્યો બળાત્કારનો કેસ

ક્રાઇમ / યુપીમાં શરમજનક ઘટના, સગી જનેતા એ જ પુત્ર વિરુદ્ધ નોંધાવ્યો બળાત્કારનો કેસ

Priyankka Triveddi

Last Updated: 12:59 PM, 7 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક માતાએ જ સામે ચાલીને પોતાના જ દીકરા સામે ફરિયાદ નોંધાવી છે. શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

UP Crime News: ખૂબ જાણીતી હિન્દી ફિલ્મ 'મધર ઈન્ડિયા' ની યાદ અપાવે તેવો એક કિસ્સો ઉત્તરપ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક માતાએ જ પોતાના દીકરાની સામે ચાલીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાંથી સામે આવી છે અને આ ઘટના અત્યંત ચોંકાવનારી અને સમાજને હચમચાવી નાખે તેવી છે.

કુટુંબમાં અનેકવાર ઘરના જાણીતા અને નજીકના વ્યક્તિ દ્વારા ઘરની જ બહેન કે દીકરી પર દુષ્કર્મ કર્યું હોવાના સમાચાર સામે આવતા રહે છે. આજે જે ઘટના ઉત્તરપ્રદેશના મહારાજગંજ માંથી સામે આવી છે તેમાં એક ભાઈએ તેની પિતરાઇ બહેન પર બળાત્કાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. અને આ કેસમાં યુવકની માતાએ તેની ભત્રીજી પર બળાત્કારનો ગંભીર આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી છે. આ ઘટના અંગે ભીતૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાની વધુ વિગતો પર નજર કરીએ તો પીડિત કિશોરી તેના ફૈબાના ઘરે રહેતી હતી. તેની માતાના અવસાન બાદ અને પિતાની ખરાબ આદતોને કારણે તેના ફૈબાએ જ તેનું ધ્યાન રાખીને તેનું ભારણ પોષણ કર્યું હતું. આ દરમિયાન આરોપી યુવક કે જે પીડિતાનો ભાઈ થાય છે તેણે પોતાની જ મામાની દીકરીને બહેલાવી ફોસલાવીને તેની સાથે વારંવાર શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ છે. સમય જતાં આ સંબંધ બળજબરી અને શોષણમાં ફેરવાયો અને અંતે કિશોરી ગર્ભવતી થઈ ગઈ. કિશોરી ગર્ભવતી થતાં આ ભાંડો ફૂટ્યો હતો અને આખો મામલે સામે આવ્યો હતો જેમાં એક માતાએ પોતાના દીકરા કરતાં પોતાના ભાઈની દીકરી એટલે કે ભત્રીજીનો સાથ આપીને દીકરા વિરુદ્ધ ફરિયાદ કરી છે.

પીડિતાએ આખી હકીકત પોતાની કાકી સમક્ષ રજૂ કર્યા બાદ તેં ફૈબાએ હિંમત રાખીને પોતાના જ પુત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ નિર્ણય સમાજ માટે એક ઉદાહરણરૂપ માનવામાં આવી રહ્યો છે. કારણ કે સગા દીકરા વિરુદ્ધ કાનૂની પગલું ભરવું એ કોઈપણ માતા માટે સહેલું નથી. ભીતૌલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે. સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) મદન મોહન મિશ્રાએ જણાવ્યું છે કે આરોપી હાલમાં ફરાર છે અને તેની શોધ માટે પોલીસ ટીમો કાર્યરત છે.

આ ઘટના માત્ર એક ક્રાઇમ કેસ નથી. પરંતુ સમાજ માટે એક ચેતવણીરૂપ છે કે ઘરઆંગણે પણ સુરક્ષા અને સંવેદનશીલતા જાળવવી કેટલી જરૂરી છે. બાળ સુરક્ષા અને મહિલાઓના અધિકારો અંગે વધુ જાગૃતિ લાવવાની જરૂર છે. પોલીસએ આશ્વાસન આપ્યું છે કે આરોપીને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પીડિતાને ન્યાય મળે તે માટે તમામ જરૂરી કાનૂની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને મળશે ડબલ સિલિન્ડર

મહારાજગંજમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જેમાં માતાએ પોતાના જ પુત્ર વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP rape case યુપી બળાત્કાર કેસ Maharajganj crime news
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ