બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:54 PM, 7 April 2026
LPG crisis : ઈરાન સાથેના યુદ્ધ જેવા વૈશ્વિક તણાવ બાદ ઊર્જા ક્ષેત્રમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, જેના પ્રભાવથી LPG પુરવઠા પર પણ અસર પડી હતી. આ તરફ હવે ચિંતાની સ્થિતિ વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આવી પરિસ્થિતિમાં ભારત સરકારે ઝડપી પગલાં લઈને સામાન્ય જનતા અને ખાસ કરીને સ્થળાંતરિત કામદારોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
ADVERTISEMENT
જાણો સરકારે શું કર્યો નિર્ણય ?
સરકારના નિર્ણય અનુસાર સ્થળાંતરિત કામદારો માટે ઉપલબ્ધ 5 કિલોના ફ્રી ટ્રેડ LPG (FTL) સિલિન્ડરોની દૈનિક ઉપલબ્ધતા હવે બમણી કરવામાં આવશે. આ વધારાનો પુરવઠો રાજ્ય સરકારો અને તેમના નાગરિક પુરવઠા વિભાગો મારફતે પહોંચાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં Oil Marketing Companies (OMCs) મુખ્ય ભૂમિકા ભજવશે અને સીધા લાભાર્થીઓ સુધી સિલિન્ડર પહોંચાડશે.
ADVERTISEMENT
સરકારે આ નિર્ણય કેમ લીધો?
આ પગલાનો મુખ્ય હેતુ સ્થળાંતરિત કામદારોને સરળતાથી રસોઈ ગેસ ઉપલબ્ધ કરાવવાનો છે. વધારેલા પુરવઠાથી રોજિંદા વેચાણ 1 લાખથી વધુ સિલિન્ડર સુધી પહોંચવાની શક્યતા છે. સરકારી આંકડાઓ મુજબ, 23 માર્ચથી અત્યાર સુધીમાં આશરે 6.6 લાખ 5 કિલોના સિલિન્ડરોનું વિતરણ થઈ ચૂક્યું છે.
ADVERTISEMENT

પેટ્રોલિયમ મંત્રાલયની માહિતી
ADVERTISEMENT
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, નાના 5 કિલોના FTL સિલિન્ડર બજાર ભાવ પર ઉપલબ્ધ છે અને તેને મેળવવા માટે સરનામાનો પુરાવો જરૂરી નથી. LPG વિતરણ વ્યવસ્થામાં કોઈ મોટી અછત નોંધાઈ નથી. એક દિવસમાં 5.1 મિલિયનથી વધુ ઘરેલુ સિલિન્ડર સપ્લાય કરવામાં આવ્યા હતા અને તેમાંના લગભગ 95 ટકા ઓર્ડર ઓનલાઈન બુકિંગ દ્વારા પૂર્ણ થયા હતા.
ADVERTISEMENT
કાળાબજાર અને સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી
સરકારે LPGની અછતનો લાભ લઈ રહેલા તત્વો સામે પણ સખત વલણ અપનાવ્યું છે. માર્ચથી અત્યાર સુધીમાં 50,000થી વધુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત, 1,400થી વધુ વિતરકોને નોટિસ પાઠવવામાં આવી છે અને 36 ડીલરશીપને સસ્પેન્ડ કરવામાં આવી છે. સરકાર દ્વારા લોકોને LPG પરનો દબાણ ઘટાડવા માટે PNG (પાઇપડ નેચરલ ગેસ) તરફ વળવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પગલું ભવિષ્યમાં ગેસ પુરવઠાને વધુ સ્થિર બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.