બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બે બાળકીઓના શંકાસ્પદ મોત બાદ હવે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાશે, જાણો શું છે સમગ્ર મામલો ?

અપડેટ / બે બાળકીઓના શંકાસ્પદ મોત બાદ હવે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાશે, જાણો શું છે સમગ્ર મામલો ?

Priykant Shrimali

Last Updated: 11:32 AM, 7 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News : અઢી મહિનાની એક બાળકીના મોત બાદ પરિવારજનો દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવી હતી પરંતુ...

Ahmedabad News : અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનેલી બે નિર્દોષ બાળકીના શંકાસ્પદ મોતની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. આ ઘટનાને લઈને પોલીસ અને તપાસ એજન્સીઓ સક્રિય બની છે અને સત્ય બહાર લાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં ગઇકાલે કથિત રીતે બજારમાંથી ઢોંસા બનાવવાનું તૈયાર ખીરું લાવ્યા અને ખાધા બાદ બે બાળકીના મોત થયા હતા.

આ તરફ અઢી મહિનાની એક બાળકીના મોત બાદ પરિવારજનો દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. પરંતુ કેસમાં શંકાસ્પદ પરિસ્થિતિઓ સામે આવતા હવે પોલીસ દ્વારા મૃતદેહને ફરી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ (PM) કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન Forensic Science Laboratory (FSL)ની ટીમ પણ હાજર રહેશે, જેથી વૈજ્ઞાનિક રીતે તપાસ વધુ મજબૂત બની શકે.

આ સમગ્ર પ્રક્રિયા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્મશાનગૃહમાં હાથ ધરાશે, જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. બીજી બાળકીના મોતને લઈને પણ સમાન શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે બંને કેસોને ગંભીરતાથી તપાસ હેઠળ લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનાનું કારણ ઢોસાના ખીરુ સાથે જોડાયેલું હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે, હજી સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ બહાર આવશે.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ પરિવારે બજારમાંથી ઢોંસા બનાવવા માટેનું તૈયાર ખીરું મંગાવ્યું હતું. ખીરાથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડી ગઈ. આ ઘટનામાં 3 મહિનાની એક બાળકી અને 4 વર્ષની બીજી બાળકીનું કરુણ અવસાન થયું, જ્યારે માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર ગણાઈ રહી છે. આ ઘટના પછી લોકોમાં ભય અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બજારમાં મળતા તૈયાર ખોરાકની ગુણવત્તા અને તેની ચકાસણી અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ખાદ્યપદાર્થોની તપાસ માટે જવાબદાર વિભાગો પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહ્યા છે. ઘટનાના પગલે તંત્રની કામગીરી પણ ચર્ચાનો વિષય બની છે. લોકો કહે છે કે, સંબંધિત વિભાગો ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાના કારણે સમયસર કાર્યવાહી કરવામાં મોડું થયું. હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ખીરામાં શું ભેળસેળ હતી તે જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ચાંદખેડાના પરિવાર માટે કાળ બન્યું ઢોંસા બનાવવાનું ખીરું, બે બાળકીના મોત, દંપત્તિ સારવાર હેઠળ

સળગતા સવાલ

  • માસૂમોના મોતનો હિસાબ કોણ આપશે?
  • ફૂડ ડિપાર્ટમેન્ટ ક્યાં સુધી હપ્તાખોરીમાં મોતના ખેલ જોયા કરશે?
  • જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરાશે?
  • આવી ઘટના બને ત્યારે જ તપાસના નાટકો કેમ થાય છે?
  • ચૂંટણીના કાર્યક્રમો માનવતાથી પણ વધુ મહત્ત્વના છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandkheda case infant death Ahmedabad news
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ