ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાંદખેડાના પરિવાર માટે કાળ બન્યું ઢોંસા બનાવવાનું ખીરું, બે બાળકીના મોત, દંપત્તિ સારવાર હેઠળ

ગંભીર / ચાંદખેડાના પરિવાર માટે કાળ બન્યું ઢોંસા બનાવવાનું ખીરું, બે બાળકીના મોત, દંપત્તિ સારવાર હેઠળ

Published By: Priykant Shrimali

Last Updated: 12:24 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News : ખીરાથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડી, 3 મહિનાની એક બાળકી અને 4 વર્ષની બીજી બાળકીનું કરુણ અવસાન

ADVERTISEMENT

Ahmedabad News : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી એક દુઃખદ ઘટના એ શહેરમાં ખોરાકની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.વાસ્તવમાં અહીં એક સામાન્ય પરિવાર માટે બનાવવામાં આવેલ ઢોંસાનું ખીરું જીવલેણ સાબિત થયું અને બે નાની બાળકીના મોતથી સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ પરિવારે બજારમાંથી ઢોંસા બનાવવા માટેનું તૈયાર ખીરું મંગાવ્યું હતું.ખીરાથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડી ગઈ.આ ઘટનામાં 3 મહિનાની એક બાળકી અને 4 વર્ષની બીજી બાળકીનું કરુણ અવસાન થયું,જ્યારે માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર ગણાઈ રહી છે.

આ ઘટના પછી લોકોમાં ભય અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે.ખાસ કરીને બજારમાં મળતા તૈયાર ખોરાકની ગુણવત્તા અને તેની ચકાસણી અંગે સવાલો ઊભા થયા છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ખાદ્યપદાર્થોની તપાસ માટે જવાબદાર વિભાગો પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહ્યા છે.

ઘટનાના પગલે તંત્રની કામગીરી પણ ચર્ચાનો વિષય બની છે.લોકો કહે છે કે, સંબંધિત વિભાગો ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાના કારણે સમયસર કાર્યવાહી કરવામાં મોડું થયું. હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ખીરામાં શું ભેળસેળ હતી તે જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કસ્ટમ અધિકારીની ખોટી ઓળખ આપી વેપારીના 25 કરોડના સોનાની લૂંટ

આ દુઃખદ ઘટના આપણને એક મોટો સંદેશ આપે છે બહારથી મંગાવવામાં આવતા ખોરાક અંગે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને નાના બાળકો માટે ખોરાક બનાવતી વખતે તેની ગુણવત્તા અને સ્વચ્છતા વિશે ખાતરી કરવી જોઈએ. પરિવારના સભ્યોની સુરક્ષા માટે આ એક જરૂરી પગલું બની શકે છે.

સળગતા સવાલ

  • માસૂમોના મોતનો હિસાબ કોણ આપશે?
  • ફૂડ ડિપાર્ટમેન્ટ ક્યાં સુધી હપ્તાખોરીમાં મોતના ખેલ જોયા કરશે?
  • જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરાશે?
  • આવી ઘટના બને ત્યારે જ તપાસના નાટકો કેમ થાય છે?
  • ચૂંટણીના કાર્યક્રમો માનવતાથી પણ વધુ મહત્ત્વના છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandkheda News Food Safety Ahmedabad Incident

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ