ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / રાજકોટના સમાચાર / કસ્ટમ અધિકારીની ખોટી ઓળખ આપી વેપારીના 25 કરોડના સોનાની લૂંટ
Last Updated: 11:34 AM, 6 April 2026
ADVERTISEMENT
Rajkot Crime : બિહારના દાનાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. વાસ્તવમાં ગુજરાતના રાજકોટ સ્થિત KV એન્ડ સન્સ નામની જ્વેલરી પેઢીના આશરે 25 કરોડ રૂપિયાના સોનાની લૂંટ કરવામાં આવી છે. માહિતી મુજબ પેઢીના બે કર્મચારીઓ મહેશ મામતોરા અને પ્રિન્સ રામપરિયા ટ્રેન મારફતે લગભગ 17 કિલો સોનું બિહાર ડિલિવરી માટે લઈ જઈ રહ્યા હતા.જ્યારે તેઓ દાનાપુર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ કસ્ટમ અધિકારીઓ તરીકે આપી તેમની તપાસ શરૂ કરી.
ADVERTISEMENT
આ ઠગોએ તપાસના બહાને બંને કર્મચારીઓને અટકાવ્યા અને સોનાની ચકાસણી કરવાની વાત કહી. વિશ્વાસમાં લઇને તેઓએ આખું સોનું પોતાના કબજામાં લઇ લીધું અને ત્યારબાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા. ઘટનાથી બંને કર્મચારીઓ ગભરાઈ ગયા અને બાદમાં સમગ્ર મામલો બહાર આવ્યો. આ શખ્સો બે કારમાં આવ્યા હતા. તેઓએ ખૂબ ચાલાકીથી બંને કર્મચારીઓને વિશ્વાસમાં લીધા બાદ તેમને બંધક બનાવી દીધા અને સોનાની લૂંટને અંજામ આપ્યો.

ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ-સુરત અને રાજકોટ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી, કચેરી ખાલી કરાવાઈ
આ સમગ્ર ઘટના ધોળે દિવસે બની હોવાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.આ બનાવ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ તેજ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ