ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / સુરતના સમાચાર / અમદાવાદ-સુરત અને રાજકોટ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી, કચેરી ખાલી કરાવાઈ

મોટા સમાચાર / અમદાવાદ-સુરત અને રાજકોટ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી, કચેરી ખાલી કરાવાઈ

Published By: Priykant Shrimali

Last Updated: 11:25 AM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Bomb Threat : ધમકી મળતા જ RTO અધિકારીઓએ પોલીસને જાણ કરી, જેના પગલે બંને શહેરોમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી

ADVERTISEMENT

Gujarat Bomb Threat : તાજેતરમાં અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરોમાં આવેલી RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળતા સુરક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક કડકાઈ લાવવામાં આવી છે. આ ધમકી મળતા જ RTO અધિકારીઓએ પોલીસને જાણ કરી, જેના પગલે બંને શહેરોમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી.

અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી RTO કચેરીને ખાલી કરાવવામાં આવી હતી. ટ્રેક ટેસ્ટ આપવા આવેલા લોકોને પણ સુરક્ષાના હેતુસર પરત મોકલવામાં આવ્યા. પોલીસ સાથે બોમ્બ-ડોગ સ્કવોડ દ્વારા સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તરત જ કાર્યવાહી કરી શકાય.

સુરત-રાજકોટ RTOને પણ મળી ધમકી

સુરત RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા RTOને ખાલી કરાવાયું છે.વિગતો મુજબ મેઈલ મારફતે ધમકી મળતા RTO ના ટ્રેક ટેસ્ટ બંધ કરાયા છે. આ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.રાજકોટમાં પણ આવો જ બનાવ સામે આવ્યો,જ્યાં RTO કચેરીને ધમકી મળતા તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી અને બોમ્બ સ્કવોડને તપાસ માટે બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો : વહેલી પરોઢે 2 બાઇક વચ્ચે દર્દનાક અકસ્માત, 3 યુવકોના કરૂણ મોત તો 2 ઇજાગ્રસ્ત

આ ઘટના પહેલા પણ 12 માર્ચ, 2026ના રોજ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને ધમકી મળી હતી.ત્યારે પણ સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરાવી સર્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ખતરનાક વસ્તુ મળી નહોતી. આવી સતત મળતી ધમકીઓના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને જાહેર સ્થળોએ સાવચેતી વધારી છે. નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક જાણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad RTO bomb threat Rajkot RTO alert bomb squad

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ