બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વહેલી પરોઢે 2 બાઇક વચ્ચે દર્દનાક અકસ્માત, 3 યુવકોના કરૂણ મોત તો 2 ઇજાગ્રસ્ત
Last Updated: 09:20 AM, 6 April 2026
Gujarat Accident : પોરબંદરમાં આજે વહેલી સવારે એક દુઃખદ અકસ્માત બનતા શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વાસ્તવમાં એરપોર્ટ રોડ પર બે બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકોના પરિજનો સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
માહિતી મુજબ, સવારે અંદાજે 5 થી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન બે મોટરસાયકલ સામસામે આવી રહી હતી. સ્થાનિકોના મત મુજબ બંને વાહનો ફૂલ સ્પીડમાં હોવાથી અથડામણ ખૂબ જ ભયાનક બની. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર પાંચેય યુવાનો રસ્તા પર ફંગોળાઈ ગયા અને ઘટનાસ્થળે ગંભીર દ્રશ્યો સર્જાયા હતા.
ADVERTISEMENT

આ તરફ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. જે બાદમાં તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ત્રણ યુવાનોને મૃત જાહેર કર્યા. મૃતકોમાં 26 વર્ષીય મિલન બાદરશાહી, 18 વર્ષીય દિપેશ ઢાકેચા અને 17 વર્ષીય વનરાજ ઝાલાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો, દોઢ મહિનામાં સિંગતેલના ડબ્બે રૂ.150 વધ્યા
અકસ્માતમાં ઘાયલ થયેલા બે યુવકોમાંથી એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બીજા યુવકની સ્થિતિ હાલ સ્થિર છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તબીબો તેમની પર સતત નજર રાખી રહ્યા છે. ઘટના પછી મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.