ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો, દોઢ મહિનામાં સિંગતેલના ડબ્બે રૂ.150 વધ્યા

મોંઘવારી / ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો, દોઢ મહિનામાં સિંગતેલના ડબ્બે રૂ.150 વધ્યા

Published By: Priykant Shrimali

Last Updated: 08:38 AM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Oil Price : ખાસ કરીને દ્ધના કારણે વિદેશથી થતી આયાતમાં ઘટાડો થયો છે,જેના કારણે સ્થાનિક બજારમાં સપ્લાય ઓછી થઈ

ADVERTISEMENT

Oil Price : રાજકોટમાં છેલ્લા દોઢ મહિનાથી ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,જેના કારણે સામાન્ય ગ્રાહકોના બજેટ પર સીધી અસર પડી રહી છે.વાસ્તવમાં ખાસ કરીને સિંગતેલ, કપાસીયા તેલ અને પામોલિન તેલના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

બજારમાં મળતી માહિતી અનુસાર, સિંગતેલના એક ડબ્બાની કિંમત અંદાજે રૂ.150 જેટલી વધી ગઈ છે, જે પહેલા રૂ.2950 આસપાસ હતી અને હવે રૂ.3100 સુધી પહોંચી ગઈ છે. આ સાથે જ કપાસીયા તેલમાં પણ મોટો વધારો નોંધાયો છે. અગાઉ રૂ.2320માં મળતું કપાસીયા તેલ હવે રૂ.2560 સુધી પહોંચી ગયું છે, એટલે કે લગભગ રૂ.240નો વધારો થયો છે. પામોલિન તેલ પણ આ વધારાથી બાકાત રહ્યું નથી, જેમાં રૂ.2220થી વધીને લગભગ રૂ.2500 સુધીનો ભાવ થયો છે.

આ પણ વાંચો : આજથી રાજ્યમાં ધો.3થી 5ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ, 13 એપ્રિલથી ધો.6થી 8ની પરીક્ષા પ્રારંભ થશે

આ ભાવવધારાનું મુખ્ય કારણ વૈશ્વિક પરિસ્થિતિઓને માનવામાં આવી રહ્યું છે.ખાસ કરીને ચાલી રહેલા યુદ્ધના કારણે વિદેશથી થતી આયાતમાં ઘટાડો થયો છે, જેના કારણે સ્થાનિક બજારમાં સપ્લાય ઓછી થઈ ગઈ છે. સપ્લાય ઓછી અને માંગ વધુ હોવાના કારણે ભાવમાં વધારો થવો સ્વાભાવિક છે.આ રીતે જોવામાં આવે તો દોઢ મહિનાના ટૂંકા ગાળામાં ખાદ્ય તેલના ભાવમાં રૂ.150થી રૂ.200 જેટલો વધારો નોંધાયો છે, જે ગૃહિણીઓ અને સામાન્ય પરિવારો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

singtel price cooking oil price increase Rajkot edible oil price

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ