બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / આજથી રાજ્યમાં ધો.3થી 5ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ, 13 એપ્રિલથી ધો.6થી 8ની પરીક્ષા પ્રારંભ થશે

શિક્ષણ / આજથી રાજ્યમાં ધો.3થી 5ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ, 13 એપ્રિલથી ધો.6થી 8ની પરીક્ષા પ્રારંભ થશે

Priykant Shrimali

Last Updated: 08:14 AM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Annual Exams : ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ માટે આજથી પરીક્ષા શરૂ થઈ છે, જે 11 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 13 એપ્રિલથી ધોરણ 6 થી 8 ની પરીક્ષા શરૂ થશે અને 22 એપ્રિલે પૂર્ણ થશે

Gujarat Annual Exams : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા અગાઉથી જાહેર કરાયેલા સમયપત્રક મુજબ આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે,જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય મળી રહે.સમગ્ર રાજ્યમાં એકરૂપતા જળવાઈ રહે તે માટે તમામ શાળાઓમાં સમાન સમયપત્રક અને કસોટીપત્રોનો અમલ કરવામાં આવશે.

વિગતો મુજબ સૌપ્રથમ ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ માટે આજથી પરીક્ષા શરૂ થઈ છે, જે 11 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 13 એપ્રિલથી ધોરણ 6 થી 8 ની પરીક્ષા શરૂ થશે અને 22 એપ્રિલે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન તમામ વિષયો માટે આયોજનબદ્ધ રીતે પરીક્ષા લેવામાં આવશે.

શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે રાજ્યકક્ષાએથી ધોરણવાર અને વિષયવાર કસોટીપત્રોનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જિલ્લાવાર ડાયેટ દ્વારા આ માળખાના આધારે પ્રશ્નપત્રો તૈયાર કરી શાળાઓને આપવામાં આવશે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તમામ વિષયો માટે એકસરખા પ્રશ્નપત્રો લાગુ પડશે, જ્યારે સ્વનિર્ભર શાળાઓએ પણ નક્કી કરેલા માળખા મુજબ મુખ્ય વિષયો માટે પ્રશ્નપત્ર તૈયાર કરવા રહેશે.

આ પણ વાંચો : આણંદમાં કોંગ્રેસને મોટો ઝટકો, નગીન સોલંકી ભાજપમાં સામેલ

વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષા પદ્ધતિમાં થોડો ફેરફાર જોવા મળે છે. ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના રહેશે, જ્યારે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે અલગ ઉત્તરવહી આપવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયા શિક્ષણમાં પારદર્શિતા અને સમાનતા લાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Exam Schedule Annual Exam Gujarat Education
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ