ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદમાં કોંગ્રેસને મોટો ઝટકો, નગીન સોલંકી ભાજપમાં સામેલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી / આણંદમાં કોંગ્રેસને મોટો ઝટકો, નગીન સોલંકી ભાજપમાં સામેલ

Published By: Vishal Khamar

Last Updated: 10:52 PM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખના નજીકના ગણાતા કોંગ્રેસી કાર્યકર દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

ADVERTISEMENT

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નજીકના મનાતા અગ્રણી નેતા નગીન સોલંકીએ ભાજપમાં જોડાઈ રાજકીય હલચલ મચાવી દીધી છે.

250થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો

નગીન સોલંકીએ આશરે 250થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમના આ નિર્ણયને કારણે કોંગ્રેસમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. નગીન સોલંકી લાંબા સમય સુધી સરપંચ અને તાલુકા પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, જેના કારણે તેમની વિસ્તારમાં મજબૂત પકડ માનવામાં આવે છે.

આણંદમાં કોંગ્રેસના ભારે પડકારનો સામનો કરવો પડશે

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નગીન સોલંકીના પક્ષ પલટાથી આણંદમાં કોંગ્રેસને ચૂંટણીમાં ભારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. આવનારી ચૂંટણી કોંગ્રેસ માટે હવે “લોઢાના ચણા ચાવવાના” સમાન બની શકે છે.

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, કોંગ્રેસનું પ્રથમ લિસ્ટ જાહેર, 26 ઉમેદવારોની જાહેરાત

નગીનભાઈ સોલંકીનું સ્વાગત કરવામાં આવ્યું

ભાજપમાં જોડાયા બાદ નગીન સોલંકીનું મિતેષ પટેલ અને રમણ સોલંકી સહિતના આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપે આ જોડાણને પોતાની શક્તિમાં વધારો ગણાવ્યો છે અને આવનારી ચૂંટણીમાં તેનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરી છે. આ સમગ્ર ઘટનાક્રમથી આણંદની રાજકીય પરિસ્થિતિ વધુ રસપ્રદ બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Anand Anand News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ