ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, કોંગ્રેસનું પ્રથમ લિસ્ટ જાહેર, 26 ઉમેદવારોની જાહેરાત
Last Updated: 10:38 PM, 5 April 2026
ADVERTISEMENT
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સુરત શહેર કોંગ્રસ કમિટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં નવા અને જૂના ચહેરાઓનું સંતુલન જોવા મળે છે.
ADVERTISEMENT
કોંગ્રેસે 120 માંથી 26 ઉમેદવારના નામ જાહેર કર્યા
શહેર કોંગ્રેસે કુલ 120 બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં 12 વોર્ડને આવરી લેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે પાર્ટીએ અનેક નવા ચહેરાઓને તક આપી છે. જે દર્શાવે છે કે કોંગ્રેસ યુવા અને તાજા નેતૃત્વ પર ભાર મૂકી રહી છે.
ADVERTISEMENT

વોર્ડ નંબર 4માં મમતા સવાણી અને વોર્ડ નંબર 18માં સંજય રામાનંદી રિપીટ
ADVERTISEMENT
વોર્ડ નંબર 4માંથી મમતા સવાણીને ફરી તક આપવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર 18માં સંજય રામાનંદીને રિપીટ કરવામાં આવ્યા છે. આ બંને ઉમેદવારો પર પાર્ટીએ ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ મહીસાગર પટમાં ખાડાઓએ લીધી બે નિર્દોષોનો લીધો જીવ
ADVERTISEMENT
કોંગ્રેસના આ પ્રથમ લિસ્ટમાં નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી સ્થાનિક સ્તરે નવી ઊર્જા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા તૈયાર છે. હવે આગામી યાદીઓમાં વધુ ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહ અને આતુરતા બંને જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.