ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગર પટમાં ખાડાઓએ લીધી બે નિર્દોષોનો લીધો જીવ

દુઃખદ / મહીસાગર પટમાં ખાડાઓએ લીધી બે નિર્દોષોનો લીધો જીવ

Published By: Vishal Khamar

Last Updated: 09:42 PM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના ખેરડા પાસે ખનીજ માફિયાના કારણે 2 બાળકોના મોત નિપજ્યા છે. મહીસાગર નદીમાં 4 યુવકો ન્હાવા ગયા હતા. જે પૈકી 2 યુવકોના મોત નિપજ્યા છે.

ADVERTISEMENT

આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનનની ભયાનક અસર ફરી એકવાર સામે આવી છે. મહીસાગર નદીના પટમાં સર્જાયેલા ખાડાઓએ બે નિર્દોષ યુવાનોનું જીવન છીનવી લીધું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

બે યુવકોના મોત નિપજ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારની રજા માણવા માટે નદીકાંઠે ગયેલા યુવકોને ખનનના કારણે ઊભા થયેલા ઊંડા ખાડાઓની જાણ નહોતી. નદીનું શાંત દેખાતું પાણી અંદરથી મોતનો ફાંસો સાબિત થયું. અચાનક ઊંડાણમાં જતા બંને યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા અને બચી શક્યા નહીં. આ દુર્ઘટનાએ બે પરિવારોના કૂળદીપકો ઓલવી દીધા.

નદીમાં લાંબા સમયથી ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવાનો આક્ષેપ

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મહીસાગર નદીમાં લાંબા સમયથી ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. ખનન માફિયાઓ દ્વારા નદીના પટને ખોખલો બનાવી દેવામાં આવ્યો છે, જેના કારણે જોખમી ખાડાઓ ઊભા થયા છે. લોકોનો આરોપ છે કે હપ્તાખોર અધિકારીઓની રહેમનજર હેઠળ આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ધડાધડ ચાલી રહી છે.

તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા

આ ઘટનાએ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અનેક વખત રજૂઆતો છતાં કોઈ કડક કાર્યવાહી ન થતા ખનન માફિયાઓ બેફામ બની ગયા છે. સ્થાનિકોએ જણાવ્યું કે જો સમયસર પગલાં લેવાયા હોત તો આજે બે યુવાનોને જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત.

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસે 243 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

તાત્કાલિક ગેરકાયદે ખનન પર રોક લગાવવાની સ્થાનિકોની માંગ

આ દુર્ઘટનાને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમણે તાત્કાલિક ગેરકાયદે ખનન પર રોક લગાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. સાથે જ નદીકાંઠે સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કરવાની પણ માંગ ઉઠી છે. મહીસાગરનો પટ હવે માત્ર નદી નહીં રહ્યો. પરંતુ નિર્દોષોની કબર બની રહ્યો છે. જો તંત્ર હજુ પણ ચૂપ રહેશે, તો આવી દુર્ઘટનાઓ ફરી બનવાની ભીતિ યથાવત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anand Anand News Mineral Mafia

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ